દહેગામ ની એક સોસાયટી માં અગાઉ બોલાચાલી ની અદાવત મા મહિલા સાથે મારઝુડ કરવામાં આવી

દહેગામ ની એક સોસાયટી માં અગાઉ બોલાચાલી ની અદાવત મા મહિલા સાથે મારઝુડ કરવામાં આવી


દહેગામ ની એક સોસાયટી માં રહેતી એક મહિલા તેના પતિ અને 6 વર્ષ ના દીકરા સાથે કટલરી નો વ્યવસાય કરે છે આશરે એક માસ પહેલા તેના પડોસ માં રહેતા કાજલબેન દિનેશભાઇ પંચાલ ને 1000 રૂપિયા નો કટલરી નો સામાન અને તેમની દીકરી ના જન્મદિવસે રૂપિયા 5000 ઉછીના આપ્યા હતા જેથી આ મહિલા ને 6 હજાર બાકી રૂપિયા લેવાના નીકરતા તે રૂપિયા ની માંગણી કરતા કાજલ બેન અને તેમના પતિ દિનેશભાઇ સાથે તૂ કેમ પૈસા ની માંગણી કરે છે તેમ કહી ઉશ્કેરાઈ ને અમારા પડોસ માં રહેતા અને તેમના ઓરખીતા ગીતાબેન સુનિલસિંહ ઝાલા સાથે બોલાચાલી થઇ હતી ત્યારબાદ આજરોજ આ મહિલા તેના પિયર માં જઈને આવતા જ આ લોકો એ ઉશ્કેરાઈ ને ગીતાબેન નો દીકરો શક્તિસિંહ એ આ મહિલાને ઈટ વડે હુમલો કરતા તેમના માથા માં લોહી નીકરવા લાગ્યું હતું અને ગીતાબેન અને તેમના પતિ સુનિલસિંહ ગડદાપાટુ નો માર મારવા લાગતા આ મહિલાના પતિ અને બીજા પાડોસી વચ્ચે પડી છોડાવી ને 108 દ્વારા સરકારી દવાખાને લઇ ગયા હતા ત્યાર બાદ દહેગામ પોલીસે પણ આરોપી કાજલબેન દિનેશભાઇ પંચાલ, ગીતાબેન સુનિલભાઈ ઝાલા, શક્તિસિંહ સુનિલસિંહ, સુનિલસિંહ બાદરસિંહ ઝાલા વિરુદ્ધ 154 કલમ હેઠળ કાયદેસર ની કાર્યવાહી નોંધી તપાસ હાથ ધરી છે. એટધીસ ટાઈમ ન્યૂઝ દહેગામ ન્યૂઝ રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »