હાંસોટ ના પાંજરોલી ગામ પાસે કીમ નદી ઉપર નિર્માણ પામેલ બ્રિજ નું લોકાર્પણ કરતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ =કિમ નદી ઉપર 7 કરોડ 29 લાખ ના ખર્ચે બ્રિજ નું નિર્માણ કરવામાં આવ્યું હતું
હાંસોટ ના પાંજરોલી ગામ પાસે કીમ નદી ઉપર નિર્માણ પામેલ બ્રિજ નું લોકાર્પણ કરતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ
=કિમ નદી ઉપર 7 કરોડ 29 લાખ ના ખર્ચે બ્રિજ નું નિર્માણ કરવામાં આવ્યું હતું
=પાંજરોલી અને સુરત જિલ્લા ને જોડાતા સેતુ સમાન બ્રિજ નું નિર્માણ થતા ગ્રામજનો ની સમસ્યા નો અંત આવ્યો
-=હાંસોટ તાલુકા માં 24.67 કરોડ ના વિકાસ ના કામો નું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ
11.02 અંકલેશ્વર
હાંસોટ તાલુકા ના છેવાડા ના પાંજરોલી ગામ પાસે ની કીમ નદી ઉપર 7 કરોડ 29 લાખ ના ખર્ચે નિર્માણ પામેલ બ્રિજ નું અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.સાથે હાંસોટ તાલુકા માં મુખ્ય મંત્રી સડક યોજના માં મંજુર થયેલ 24 કરોડ 69 લાખ ના વિવિધ માર્ગો નું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
હાંસોટ ના પાંજરોલી ગામ પાસે થી કિમ નદી પસાર થાય છે .અને ગામના ખેડૂતો ની જમીન કિમ નદી ના સામે ના કાંઠા તરફ આવેલી હોવાથી ચોમાસા માં ગ્રામજનો ને ખેતર જવા માટે ભારે મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો ,સાથે પાંજરોલી ગામ હાંસોટ તાલુકા નું છેવાડા નું ગામ હોવાથી ગ્રામજનો નો તમામ વ્યવહાર સુરત જિલ્લા સાથે રહ્યો છે ત્યારે ગ્રામજનો એ કિમ નદી ઉપર બ્રિજ ની નિર્માણ થાય તે માટે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ને રજૂઆત કરતા તેઓ એ તાત્કાલિક ધોરણે બ્રિજ ના નિર્માણ માટે 7 કરોડ 29 લાખ મંજુર કરાવ્યા હતા અને કિમ નદી ઉપર બ્રિજ નું નિર્માણ થતા આજરોજ પાંજરોલી ગામ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ,પાંજરોલી અને સુરત જિલ્લા ને જોડાતા સેતુ સમાન બ્રિજ નું નિર્માણ થતા ગ્રામજનો ની સમસ્યા નો અંત આવ્યો છે સાથે આ બ્રિજ ગામના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બન્યો છે ત્યારે આ બ્રિજ ના કારણે પાંજરોલી તેમજ આસપાસ ના ગામ લોકો ને સુરત જિલ્લા માં જવા માટે નો સરળ માર્ગ રહેશે સાથે મુખ્ય મંત્રી સડક યોજના માં મંજુર થયેલ 24 કરોડ 69 લાખ ના વિવિધ માર્ગો નું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.