આટકોટમાં અશ્વિન કાપડિયા નામનો ઈસમ જાહેરમાં નશો કરતા પોલીસે ઝાલ્યો

આટકોટમાં અશ્વિન કાપડિયા નામનો ઈસમ જાહેરમાં નશો કરતા પોલીસે ઝાલ્યો

આટકોટમાં અશ્વિન કાપડિયા નામનો ઈસમ જાહેરમાં નશો કરતા પોલીસે ઝાલ્યો

આટકોટ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હતા દરમ્યાન ફરતા-ફ રતા કલાક-૧૭/૦૦ વાગ્યે આટકોટ બસસ્ટેન્ડ પાસે પહોંચતા સામેથી એક ઇસમ લથડીયા ખાતો બકવાસ કરતો જોવામા આવતા તુંરત જ તેને રોકી ઇસમનું નામ-ઠામ પુંછતા પોતે પોતાનું નામ અશ્વિનભાઈ બાબુભાઇ કાપડીયા જાતે-પટેલ ઉવ-૪૫ ધંધો-વેપાર રહે. આટકોટ રામાણી શેરીતા-જસદણ જી.રાજકોટ વાળો હોવાનું પોતાની થોથરાતી જીભે જણાવેલ. જેથી ઇસમ પાસે આવું દેશી દારૂ જેવું કેફી પીણું પી નિકળવા સબબ પાસ પરમીટ કે આધાર હોય તો રજુ કરવાનુ કહેતા જે પોતાની પાસે કોઇ પાસ પરમીટ નહી હોવાનું જણાવેલ જેથી ઇસમએ પ્રોહી એક્ટ ક – ૬૬(૧)(બી) મુજબ ગુન્હો કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Report Harsahd Chauhan

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »