મેંદરડા અલીધ્રા રોડ ખાતે આવેલના પીજીવીસીએલ કચેરી ખાતે ટેકનિકલ શાખા ના કર્મચારીઓ મારા દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વર્ષો જૂની માંગણીઓ નહીં સંતોષાતા આંદોલન છેડવામાં આવેલ - At This Time

મેંદરડા અલીધ્રા રોડ ખાતે આવેલના પીજીવીસીએલ કચેરી ખાતે ટેકનિકલ શાખા ના કર્મચારીઓ મારા દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વર્ષો જૂની માંગણીઓ નહીં સંતોષાતા આંદોલન છેડવામાં આવેલ


મેંદરડા ખાતે પીજીવીસીએલ ના ટેકનીકલ કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ
પીજીવીસીએલના ટેકનિકલ કર્મચારીઓની વર્ષો જૂની માંગણીઓ નહીં સંતોસાતા વિવિધ સૂત્રોચાર કરી વિરોધ વ્યક્ત કરેલ
મેંદરડા આલીધ્રા રોડ પર આવેલ પીજીવીસીએલની કચેરી ખાતે ટેકનીકલ કર્મચારીઓ દ્વારા આંદોલનના ભાગરૂપે કાળી પટ્ટી ધારણ કરી વિવિધ સૂત્રોચાર કરવામાં આવેલ જેમાં કર્મચારીઓની છેલ્લા ૨૦ વર્ષ જૂનાપડતર પ્રશ્નો અંગે સરકારશ્રી પાસે માંગણીઓ કરવામાં આવેલ જે વર્ષો જૂની માંગણીઓ આજદિન સુધી સ્વીકારવામાં આવેલ નથી જે બાબતે પીજીવીસીએલ કર્મચારી અને ઝોનલ સિક્રેટરી કિશોરભાઈ આર બોરીચા તથા અબડાભાઈ સહિતના તમામ ટેકનિકલ કર્મચારીઓ જોડાયેલા હતા
છેલ્લા ૨૦ વર્ષથી થતા અન્યાય અને તેમના પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા ગુજરાત ઉર્જા રક્ષક સમિતિ દ્વારા આંદોલન ની નોટિસના ભાગરૂપે કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિવિધ સૂત્રોચાર કરી કાર્યક્રમ યોજવામાં આવેલ હતો તેમજ આગામી તા૧૭/૧૦/૨૦૨૨ ના રોજ ટેકનિકલ કર્મચારીઓ માસ સીએલ ના કાર્યક્રમો તેમજ વડોદરા હેડ ઓફિસ ખાતે એક રેલવેનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળ તથા મેમ્બર ઓફ ગુજરાત ઉર્જા હિત રક્ષક સમિતિ દ્વારા બહોળી સંખ્યામાં ટેકનીકલ કર્મચારીઓ સહીતના જોડાઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જેની સરકાર શ્રી ને ગંભીરનોંધ લેવા અંતમાં જણાવેલ છે
રીપોર્ટીંગ -કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon