આજે સંસ્કૃતિ સ્કૂલ,વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ-સિહોર” ખાતે ધોરણ -૧૦ ના વિદ્યાર્થીઓ માટે “ઓપન સિહોર તાલુકા બોર્ડ ટેલેન્ટ એક્ઝામ” નો શુભારંભ થયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3y0qu5qigfkrueb7/" left="-10"]

આજે સંસ્કૃતિ સ્કૂલ,વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ-સિહોર” ખાતે ધોરણ -૧૦ ના વિદ્યાર્થીઓ માટે “ઓપન સિહોર તાલુકા બોર્ડ ટેલેન્ટ એક્ઝામ” નો શુભારંભ થયો.


સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ,વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ – સિહોર તથા સંસ્કૃતિ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે સિહોર તાલુકાની જુદી-જુદી શાળાઓમાં અભ્યાસ કરતાં ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓ માટે ઓપન સિહોર તાલુકા બોર્ડ ટેલેન્ટ એક્ઝામ(મોક એક્ઝામ)નું વિશેષ આયોજન આજથી શરૂ કરવામાં આવ્યું. આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીનું રિવીઝન થાય અને ભય મુક્ત રહી પરીક્ષા આપી શકે તેમજ બોર્ડની પરીક્ષા આત્મવિશ્વાસ સાથે આપી શકે તે છે. આ પરીક્ષા આપવા માટે કુલ ૪૨૭ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ હતું. જેમાંથી આજ રોજ સિહોર તાલુકાની જુદી-જુદી શાળાઓ માંથી ૩૮૪ જેટલા ધોરણ – ૧૦ ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા અને ૪૩ વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. સૌ પ્રથમ આજે પ્રથમ પેપરના દિવસે ઉપસ્થિત રહેલ તમામ વિદ્યાર્થીઓને પ્રાર્થના ખંડમાં બેસાડી પ્રાર્થના કરાવવામાં આવી હતી. ત્યારબાદ પરીક્ષાલક્ષી વિવિધ સુચનાઓ આપી પરીક્ષા માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. દરેક વિદ્યાર્થીઓને પ્રથમ દિવસ હોવાથી કુમ-કુમ તિલક કરી મો મીઠું કરાવી જુદા-જુદા ૧૦ બ્લોકમાં બેઠક વ્યવસ્થા પ્રમાણે બેસાડવામાં આવ્યાં હતા. દરેક વિદ્યાર્થીઓને ખંડ નિરીક્ષક દ્વારા પોતાના સીટ નંબર ઉપર બેસવાની, હોલ ટીકીટ ચેક કરવાની, ઉત્તરવહી,સીલબંધ પ્રશ્નપત્ર,બારકોડ સ્ટીકર,ખાખી સ્ટીકર તેમજ ૦૧ પત્રક ની માહિતી આપવામાં આવી હતી. તમામ ખંડ નિરીક્ષકોએ પણ પોતાના આઇકાર્ડ પહેરી નિમણુક ઓર્ડર હુકમ સાથે ફરજ બજાવી હતી. આ પરીક્ષા તારીખ ૦૧-૦૩-૨૦૨૩ થી ૦૩-૦૩-૨૦૨૩ સુધી યોજવામાં આવેલ છે. તારીખ ૦૩-૦૩-૨૦૨૩ ને શુક્રવારના રોજ બપોરે ૦૪:૦૦ કલાકે ધોરણ – ૧૦ ના વિદ્યાર્થીઓ માટે શ્રી વિશાલભાઈ ભાદાણી(વાઈસ ચાન્સેલર) , શ્રી મેહુલભાઈ ભાલ(શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા) અને શ્રી ઉર્મિવ સરવૈયા(મોટીવેશનલ સ્પીકર)નો શૈક્ષણિક સેમીનાર યોજાયો જેમાં ધોરણ – ૧૦ ના વિદ્યાર્થી અને વાલીશ્રીને ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]