વાવમાં મતદારોએ મિજાજ બદલ્યો,કોંગ્રેસને પછડાટ, ભાજપનો ભવ્ય વિજય. - At This Time

વાવમાં મતદારોએ મિજાજ બદલ્યો,કોંગ્રેસને પછડાટ, ભાજપનો ભવ્ય વિજય.


વાવ વિધાનસભા પેટા ચૂંટણી પરિણામ

વાવમાં મતદારોએ મિજાજ બદલ્યો,કોંગ્રેસને પછડાટ, ભાજપનો ભવ્ય વિજય.

પરિણામની છેલ્લી ઘડી સુધી ભારે રસાકસીનો માહોલ, આખરે 2442 મતોથી ભાજપના સ્વરૂપજી ઠાકોર વિજેતા.

ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને 91755, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 89402 મતો અને બહુ ગર્જેલા અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલને 27173 મતો મળ્યા, 15 રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર સતત આગળ રહ્યા.પણ 16 માં રાઉન્ડથી લીડ કપાતી ગઈ, આખરે છેલ્લા બે રાઉન્ડમાં ભાજપની જીત પાક્કી થઈ.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીની મતદાનની આખરી વખતની સભાઓએ ભાજપના જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો,

વાવ વિધાનસભા ની યોજાયેલ હાઈ પ્રોફાઈલ ચૂંટણીમાં ભારે રસાકસી બાદ છેલ્લી ઘડીએ ભાજપની જીત થતા કોંગ્રેસની હેટ્રિક પર રોક લાગ્યો હતો, કોંગ્રેસનો ગઢ ગણાતી વાવ વિધાનસભામાં ભાજપે આ વખતે ગત ચૂંટણીમાં થોડા મતોથી હારેલા સ્વરૂપજી ઠાકોરને ફરીથી ટીકીટ આપતાં પટેલ સમાજમાં નારાજગી જોવા મળી હતી, જેને લઈ અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલને સમર્થન કરતા ત્રી- પાંખીઓ જંગ જોવા મળ્યો હતો,જોકે કોંગ્રેસ દ્વારા પણ અગાઉની વખતે થરાદની પેટા ચૂંટણીમાં વિજેતા થયેલા અને ગત વખતે શંકરભાઇ ચૌધરી સામે હારેલા ગુલાબસિંહ રાજપૂતને ટીકીટ આપી હતી, જેને લઈ ચૂંટણી જંગ કશ્મકસ બની ગયો હતો, ભાજપના પ્રચાર માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો અને સંગઠનના કાર્યકરોએ મોટી સભાઓ, રેલીઓ અને ખાટલા બેઠકો કરી હતી, કોંગ્રેસ તરફથી પણ પ્રદેશના ટોચના નેતાઓ પ્રચારમાં જોડાયા હતા, જેને લઈ વાવ વિધાનસભાની ચૂંટણી હાઇ પ્રોફાઈલ બની ગઈ હતી,
બનાસકાંઠા જિલ્લાના સરહદી 7 વાવ વિધાનસભામાં બે ટર્મથી કોંગ્રેસ જીતતું આવતું હતું, લોકસભાની ચૂંટણીમાં ચાલુ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાંસદ તરીકે ચૂંટાઈ આવતા ખાલી પડેલી વાવ વિધાનસભાનું ગત 13 નવેમ્બરે મતદાન યોજાયું હતું,અને 23 નવેમ્બરે સરકારી પોલી ટેક્નિક કોલેજ પાલનપુર ખાતે મત ગણતરી યોજાઈ હતી,જેમાં કુલ 23 રાઉન્ડમાં 14 માં રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત સતત લીડ મેળવતા રહ્યા હતા, 13માં રાઉન્ડની મત ગણતરી બાદ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 13938 મતોની લીડથી આગળ હતા, પરંતુ 14માં રાઉન્ડ બાદ લીડ ઘટવાનું શરૂ થતાં આખરે 22 માં રાઉન્ડમાં કોંગ્રેસની લીડ તોડી ભાજપના સ્વરૂપજી ઠાકોર 262 મતોથી આગળ થઈ ગયા હતા, અને છેલ્લા 23માં રાઉન્ડમાં આખરે 2367 મતોથી ભાજપ વિજેતા બનતાં ભાજપ કાર્યકરોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું, કોંગ્રેસ ઉમેદવારની શરૂઆતી ગાળામાં સતત લીડ રહેતા ભાજપના કાર્યકરો ચિંતિત બન્યા હતા, વાવ તાલુકામાં સતત કોંગ્રેસ આગળ રહ્યું હતું, પરંતુ સુઇગામ તાલુકાના ગામોમાં EVM ખુલતાં જ લીડ સરેરાશ રહી હતી,પરંતુ ભાજપ માટે જીતનો ગઢ ગણાતા ભાભર તાલુકાના મતદારોએ આખરે વિકાસને વરેલા ભાજપ તરફી મતદાન કરતાં એક એક રાઉન્ડમાં કોંગ્રેસની 2 હજાર ઉપરાંતની લીડ કપાતાં કોંગ્રેસના કાર્યકરો નિરાશ બન્યા હતા, અને સતત કપાતી લીડથી આખરે છેલ્લી ઘડીએ ભાજપે 14 હજાર આસપાસની જંગી લીડ કાપી આગળ થઈ જતા,22 માં રાઉન્ડથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતે કાઉન્ટર છોડી બહાર નીકળી ગયા હતા,જેમ જેમ પરિણામ આવતા ગયા તેમ તેમ પહેલા ભાજપ કાર્યકરો ચિંતિત હતા,અને પાછળથી કોંગ્રેસના કાર્યકરો ચિંતિત બન્યા હતા, છેલ્લી ઘડીએ કોંગ્રેસની જીતનો મોઢે આવેલો કોળિયો ભાજપે છીનવી લીધો હતો, કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી વાવ વિધાનસભામાં ભાજપનું કમળ ખીલી ઉઠ્યું હતું, ભાજપની ભવ્ય જીત બાદ વિજેતા બનેલા સ્વરૂપજી ઠાકોરનું ખુલ્લી કારમાં વિજયનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, ભાજપના ઉમેદવાર જીતતા સમર્થકોએ સ્વરૂપજી ઠાકોરને હાર તોરા પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા, આ અંગે વિજેતા બનેલા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે આ મારી જીત નથી, વાવ વિધાનસભાની અઢારેય આલમ ની જીત છે, તેમણે ભાજપના મોવડી મંડળ અને વાવના મતદારોનો આભાર માન્યો હતો,

કોંગ્રેસની હેટ્રિક અટકી, પંજાને પછડાટ, કમળ ખીલ્યું.

સતત બે ટર્મથી કોંગ્રેસના ધારસભ્ય તરીકે ચૂંટાતા ગેનીબેન ઠાકોરના કોંગ્રેસના ગઢમાં આ વખતે ગાબડું પાડી ભાજપનો ભવ્ય વિજય થયો હતો, જેને લઈ કોંગ્રેસની હેટ્રિક પર રોક લાગી ગઈ હતી,બહુ ગાજેલા સાંસદ ગેનીબેન ઠાકોરના પિયર અબાસણામાં કોંગ્રેસને 774 કરતા ભાજપને 987 મત મળતા ભાજપને 213 મતોની લીડ મળી હતી,

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીની ઈજ્જત જળવાઈ.

આમ જોવા જઈએ તો વાવ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ ચૌધરી સામે ચૌધરી સમાજના અને અપક્ષ તરીકે લડતા હોઈ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને વિધાનસભાના અધ્યક્ષ સામે ખુલ્લેઆમ બફાટ કરતા માવજીભાઈ પટેલના લીધે પેટા ચૂંટણી રસાકસી ભરી બની જતા ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ અને ખાસ કરીને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી માટે ઈજ્જતનો સવાલ હતો,પરંતુ વાવની જનતાએ વટ રાખી ભાજપની પ્રતિષ્ઠા જાળવી સ્વરૂપજી ઠાકોરને છેલ્લી ઘડીએ વિજેતા બનાવતાં ભાજપનો વટ રહી ગયો હતો,


6355064637
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.