વરસાદ અને વાવાઝોડ ની હવામાન ખાતાની આગાહી ના કારણે ખેડૂતો માં નારાજગી ની માહોલ - At This Time

વરસાદ અને વાવાઝોડ ની હવામાન ખાતાની આગાહી ના કારણે ખેડૂતો માં નારાજગી ની માહોલ


વરસાદ અને હવામાન ખાતાની આગાહી ખેડૂતોને પાકોમાં ભારે નિરાશ

હવામાન ખાતાની આગાહી અનુસાર તા.15/03/23 થી 19/03/23 સુધી અત્રેના જિલ્લા મા કમોસમી વરસાદ પડવાની સંભાવના રહેલી છે જે ધ્યાને લેતા નાયબ બાગાયત નિયામકશ્રી, બોટાદ દ્વારા બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂત મિત્રોને તૈયાર થયેલ ફળ અને શાકભાજી સહિતના બાગાયતી પાકો ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવા તેમજ બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતો મિત્રોને જણાવવાનું કે આ સમય દરમ્યાન કોઈ પણ રાસાયણિક/સેન્દ્રિય ખાતરો કે હોર્મોન્સ ના છંટકાવ કરવા નહિ, વાદળ છાયું વાતાવરણ અથવા વરસાદ પછી તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે જેના નિયંત્રણ માટે અવલોકન કરતાં રહેવું અને જરૂર જણાય તો કાર્બેન્ડેજીમ + મેન્કોજેબ અથવા હેકઝાકોનાજોલ ૫ % અથવા થાયોફીનાઇટ મીથાઇલ અથવા ટેબ્યું સલ્ફર ૧૦૦૦ લીટર પાણીમાં ૧ કિલો/૧ લીટર છંટકાવ કરવો તેમજ મધિયો અને થ્રીપ્સ અને ઈયળ નો ઉપદ્રવ જણાયતો પ્રોફેનો સાયપર ૪૦ + ૪ ઈ.સી. ૧ લીટર પ્રતી ૧૦૦૦ લીટર પાણી મુજબ છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે

રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ.
મોં.78780 39494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon