ATMનું વોલ્ટ કવર ખોલતા વાગ્યો એલાર્મ ને તસ્કર છનન - At This Time

ATMનું વોલ્ટ કવર ખોલતા વાગ્યો એલાર્મ ને તસ્કર છનન


રિંગ રોડ પર BOBના ATMને તોડવાનો પ્રયાસ

બેંક ઓફ બરોડાના એટીએમ તોડવાનો એક તસ્કરે પ્રયાસ કર્યો હતો પરંતુ એલાર્મ વાગતા ભાગી છૂટ્યો હતો. આ અંગે રૈયા રોડ, વિદ્યુતનગર-2માં રહેતા રાજુભાઇ ગોરધનદાસ પરીખ નામના મેનેજરે ફરિયાદ નોંધાવી છે. બેંક ઓફ બરોડા, રિંગ રોડ શાખામાં સિનિયર મેનેજર તરીકે નોકરી કરતા રાજુભાઇની ફરિયાદ મુજબ, બુધવારે વહેલી સવારે ચાર વાગ્યે બેંકના એટીએમ ઇન્ચાર્જનો ફોન આવ્યો હતો કે, આપણી બેંકના એટીએમમાં ચોરીનો પ્રયાસ થયો હોય તમે આવી જાવ.

જેથી પોતે તુરંત દોઢસો ફૂટ રિંગ રોડ મહાપૂજા ધામ ચોક પાસે આવેલી તેમની બેંક પર પહોંચી ગયા હતા. જ્યાં બેંકના સિક્યુરિટી મેનેજર કેપ્ટન પ્રવીણ ત્રિપાઠી, એટીએમ ઇન્ચાર્જ હિતેશભાઇ પણ હાજર હતા. બાદમાં એટીએમ રૂમમાં તેમજ બહાર લગાડેલા સીસીટીવી કેમેરા ચેક કરતા અજાણ્યો શખ્સ એટીએમ રૂમમાં જતો નજરે પડે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.