રાજકોટમાં ત્રણ સંતાનની માતાને કેફી પીણું પીવડાવી ભાયાવદરના શખ્સે ગુજાર્યો બળાત્કાર - At This Time

રાજકોટમાં ત્રણ સંતાનની માતાને કેફી પીણું પીવડાવી ભાયાવદરના શખ્સે ગુજાર્યો બળાત્કાર


શહેરના કાલાવડ રોડ પર આંબેડકરનગરની ત્રણ સંતાનની માતા પર ભાડુઆત મહિલાની મદદથી ભાયાવદરના શખ્સે બળાત્કાર ગુજારી મોબાઇલમાં વીડિયો રેકોર્ડીંગ કરી બ્લેક મેઇલીંગ કરી રૂા.38 હજાર પડાવ્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વૃંદાવન સોસાયટીમાં રહેતી ત્રમ સંતાનની માતાએ પોતાનું આંબેડકરનગરનું મકાન ભાયાવદરની રમાબેન સોલંકીને માસિક રૂા.2500માં ભાડે આપ્યું હતું. રમાબેનના ઘરે આવેલા મનોજ બોરીચા પોતાનો ભાઇ હોવાની ઓળખ આપી પરચિય કરાવ્યા બાદ ચા પીવડાવી હતી તેમાં કોઇ ઘેની પદાર્થ નાખ્યો હોવાથી પોતાને ચક્કર આવ્યા હતા.
પરિણીત મહિલા અર્ધબેભાન થઇ જતા તેના પર મનોજ બોરીચાએ શરીર સંબંધ બાધ્યો હતો ત્યારે બાદ ફરી ઘરે બોલાવી રમાબેન સોલંકીને મકાનની બહાર મોકલી બળજબરીથી શરીર સંબંધ બાંધ્યાનો મનોજ બોરીચાએ મોબાઇલમાં વીડિયો રેકોર્ડીંગ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી દઇ બ્લેક મેઇલીંગ કરી બે માસનું ભાડુ તેમજ રૂા.38 હજાર પડાવ્યાનું પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. તાલુકા પી.આઇ. એમ.આર.ગોંડલીયાએ રમાબેન સોલંકી અને મનોજ બોરીચા સામે ગુનો નોંધી બંનેની શોધખોળ હાથધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon