અમદાવાદ રેલ્વે સ્ટેશન ઉપર મુસાફરોની સુવિધા માટે આજ રોજ વધુ બે એસ્કેલેટરનું ઉદ્ઘાટન.
માનનીય સાંસદ અમદાવાદ પશ્ચિમ, ડૉ. કિરીટ પી.સોલંકી, માનનીય સાંસદ રાજ્યસભા, ડૉ. અમી યાજ્ઞિક અને અમદાવાદ શહેર ના મા.મેયર શ્રી કિરીટ પરમાર આજે તારીખ ૦૯ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ અમદાવાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ ઉપર રેલ્વે મુસાફરોની સુવિધા માટે વધુ બે એસ્કેલેટરનું ઉદ્ઘાટન કર્યું,
અમદાવાદ રેલ મંડળ ના રેલ્વે પ્રબંઘક શ્રી તરૂણ જૈન દ્વારા મા.સાંસદ ડો. કિરીટ પી. સોલંકી, મા.સાંસદ ડૉ.અમી યાજ્ઞિક અને મા. મેયર શ્રી કિરીટ પરમારનું સ્વાગત કર્યું આ પ્રસંગે માહિતી આપતા અમદાવાદ મંડળ રેલ્વે પ્રબંઘક શ્રી જૈને જણાવ્યું હતું કે અમદાવાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ ઉપર આશરે રૂ.૧.૫૦/ દોઢ કરોડ ના ખર્ચે બે એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે જેનો ઉપયોગ પ્રતિ કલાક ૬૦૦૦ મુસાફરો કરી શકશે,
આ એસ્કેલેટર્સ લગાવ્યા બાદ અમદાવાદ રેલ્વે સ્ટેશનના તમામ પ્લેટફોર્મ પર એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેનાથી મુસાફરોને એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવાની સુવિધા મળશે અને તે ખાસ કરીને વિકલાંગ અને વૃદ્ધો માટે ઉપયોગી થશે,
મા.સાંસદ ડૉ. કિરીટ પી.સોલંકી અને મા. સાંસદ ડૉ.અમી યાજ્ઞીકે અમદાવાદ રેલ્વે સ્ટેશન ઉપર મુસાફરો ની સુવિધાઓ વધારવા માટે કરવામાં આવતા સતત પ્રયાસોની પ્રશંસા કરી હતી, આ પ્રસંગે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંઘક શ્રી પવન કુમાર સિંહ,વરિષ્ઠ મંડળ ઇલેક્ટ્રિક એન્જિનિયર શ્રી કુમાર સંભવ પોરવાલ, મંડળ ઇલેક્ટ્રિક એન્જિનિયર ડૉ.રજની યાદવ અને રેલ્વે અધિકારીઓ, કર્મચારીઓ અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર પ્રતિનિધિ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
Report by :- Keyur Thakkar
Ahmedabad.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.