અંકલેશ્વર પાસે ના માંડવા ટોલપ્લાઝા પાસેથી વિદેશીદારૂ ભરેલ ટેમ્પો ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ =બી ડિવિઝન પોલીસે રૂ.32.40 લાખ વિદેશીદારૂ અને ટેમ્પાની કિં રૂ.10 લાખ મળી કુલ રૂ. 42.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો = ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતા આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો = પોલીસે ટેમ્પા ના ચાલક ની ધરપકડ
અંકલેશ્વર પાસે ના માંડવા ટોલપ્લાઝા પાસેથી વિદેશીદારૂ ભરેલ ટેમ્પો ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ
=બી ડિવિઝન પોલીસે રૂ.32.40 લાખ વિદેશીદારૂ અને ટેમ્પાની કિં રૂ.10 લાખ મળી કુલ રૂ. 42.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
= ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતા આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો = પોલીસે ટેમ્પા ના ચાલક ની ધરપકડ
10.10 અંકલેશ્વર
અંકલેશ્વર પાસે ના નેશનલ હાઇવે ઉપર માંડવા ટોલપ્લાઝા પાસેથી બી ડિવિઝન પોલીસે ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતા આઈસર ટેમ્પો સાથે ચાલક ની ધરપકડ કરી હતી પોલીસે રૂપિયા 32.40 લાખ નો વિદેશીદારૂ અને ટેમ્પો મળી કુલ રૂપિયા. 42.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ચંદીગઢ થી દારૂનો જથ્થો ભરાવી આપનાર શખ્સ ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે .
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન,સુરત તરફથી એક આઈસર ટેમ્પો માં વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરા તરફ જઈ રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે માંડવા ટોલપ્લાઝા પાસે વોચ ગોઠવી હતી.દરમ્યાન આઇસર ટેમ્પો આવતા તેને રોકી ટેમ્પો ચાલક પરગટસિંઘ મુખતારસિંઘ સિંધુ ને ટેમ્પામાં શું ભર્યું હોવાનું પૂછતા તેમાં સી.એન.સી મશીન ભર્યું હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે શંકાના આધારે તેની તાડપત્રી હટાવી તપાસ કરતા તેમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક પરગટસિંઘ સિંધુ ની ધરપકડ કરી આઈસર ટેમ્પો માંથી રૂપિયા 32 લાખ 40 હજારનો વિદેશીદારૂ અને 10 લાખ નો ટેમ્પો તેમજ બે મોબાઈલ મળીને કુલ રૂપિયા .42 લાખ 50 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો .પોલીસે ટેમ્પા ચાલક પરગટસિંઘ સિંધુ ની પૂછપરછ કરતા આ વિદેશીદારૂ નો જથ્થો ચંદીગઢ થી આરીફ નામના શખ્સે ભરાવી આપ્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે ચંદીગઢ ના આરીફ સહીત એક શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી તેઓ ને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.