દામનગર પૂરતા પ્રમાણ માં પાણી વિતરણ કરો
દામનગર પૂરતા પ્રમાણ માં પાણી વિતરણ કરો
સતત વિકાસ પામતા દામનગર શહેરની છેવાડાની સોસાયટીમાં નળ કનેકશન હોવા છતાં છેલ્લા બે મહિનાથી પૂરતા દબાણ થી પાણી મળતું નથી..નગરપાલિકાના વખાણ કેવી રીતે કરવા..ઉઠેલા સવાલ..!!?
આખ્ખા ગુજરાતમાં પાણી બાબતે દામનગર શહેર પાણી વાળું છે..વાત સાચી છે અને થોડીક ઓછી પણ ગણાય ખરા..!! ચૂંટાયેલ પ્રતિનિધિઓ ક્યારેય તેમના મત વિસ્તારમાં પૂછે છે ખરા કે તમારે પાણી - લાઈટ - રસ્તા,ગટર ના કોઈ પ્રશ્ન છે ...!!! ઠીક છે... હાલ દામનગર નગરપાલિકામાં કુલ ૨૪ માંથી ૨૨ સભ્યો ભા. જ. પ.ના છે ને સત્તામાં છે..સ્થાનિક થી લઈને ગુજરાત - કેન્દ્રમાં ભા. જ. પ.સત્તામાં છે. આપણો દેશ આગળ વધી રહ્યો છે..ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે..વાત સાચી પણ દામનગર શહેરમાં ઠાંસા રોડ પર આવેલ સાંઈબાબાના મંદિરની સામેના ભાગે આવેલ શ્રીજીનગર સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોય આ સોસાયટીના રહીશો તા.૨૮-૨-૨૩ ના રોજ ચીફ ઓફિસર અને પ્રમુખને આ બાબતની લેખિતમાં અરજી આપીને ન્યાય આપવા જણાવેલ છે.એક બાજુ વેરા વસુલાત માટે બાકીદારોની મિલ્કત ને સિલ મારવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ છેવાડાની આ સોસાયટીમાં પાણી ઓછું મળતું હોય વેચાતું લેવું પડે છે એમ અરજીમાં દર્શાવેલ છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.