સાથિયા ચેરીટેબલ ટ્રસ્ટ અને જય માડી શ્રી નિધિ ફાઉન્ડેશને દ્વારા ઉતરાયણમાં જીવદયા માટે શું કર્યું ખાસ અહેવાલ. - At This Time

સાથિયા ચેરીટેબલ ટ્રસ્ટ અને જય માડી શ્રી નિધિ ફાઉન્ડેશને દ્વારા ઉતરાયણમાં જીવદયા માટે શું કર્યું ખાસ અહેવાલ.


સામન્ય રીતે કોઈ ને પૂછશો કે ઉતરાયણ એટલે શેનો તહેવાર તો...બધા એમજ કહેશે ઉતરાયણ એટલે પરિવાર અને મિત્રો સાથે હર્ષ ઉલ્લાસ સાથે પતંગ ઉડાવવાની મજા લેવા નો દિવસ,

હિન્દુ શાસ્ત્રો મુજબ મકર રાશિમાં સૂર્યની સંક્રાંતિ એટલે મકર સંક્રાંતિ. સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કમોરતાની પૂર્ણાહુતિ અને એક નવા વર્ષ ના શુભ દિવસો ની શરૂઆત એટલે ઉતરાયણ અને મકરસંક્રાંતિ,

કેટલાક માયાળુ અને જીવદયા પ્રેમીઓ ની દ્રષ્ટીએ ઉતરાયણ / મકરસંક્રાંતિ એટલે નિસ્વાર્થ ભાવે અબોલ પક્ષીઓ નો જીવ બચાવવા નો દિવસ,

ઉત્તરાયણ નિમિત્તે ઘાયલ પક્ષઓની ની સારવાર માટે સાથિયા ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા ના અશોક સક્પાલ સ્વયંસેવકો દ્વારા પાછલા ૭ વર્ષ થીજીવદયાનું ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે, આ જીવદયા કેમ્પ નું આયોજન હીરાભાઈ ટાવર ની બાજુમાં આ સેવા કાર્ય કરવામાં આવે છે,

આખું વર્ષ અશોક સક્પાલ નામ ના યુવાવડીલ અને સાથિયા ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્વયંસેવકો આખું વર્ષ જીવદયા અને કરુણા અભિયાન ૨૦૨૩ અંતર્ગત અબોલ પશુ અને પક્ષીઓ માટે નિસ્વાર્થ ભાવે સેવા આપતા આવ્યા છે અને ઉતરાયણ પર્વ નિમિતે ૨ દિવસ નો ખાસ પક્ષીઓ બચાવવા નો કેમ્પ આયોજિત કરે છે અને આજે પણ આજ રીતે આ વર્ષે પણ અવિરત સેવા આપવામાં આવી હતી,

સાથિયા ચેરીટેબલ ટ્રસ્ટ સાથે જય માડી શ્રી નિધિ ફાઉન્ડેશન ના ફાઉન્ડર જય માડી તરીકે ઓળખાતા પંકજભાઈ પંચાલ અને તેમની ટીમ પણ છેલ્લા ૨ વર્ષ થી આ ઉત્તરાયણ નિમિત્તે ઘાયલ પશુ પક્ષઓની ની સારવાર માટે અને વર્ષ દરમિયાન અન્ય જીવદયા ના કાર્ય માં સમય સાથે અન્ય રીતે સાથ અને સહકાર આપી પુણ્ય ના સહભાગી બની રહ્યા છે અને જય માડી શ્રી નિધિ ફાઉન્ડેશન ના ફાઇન્ડર પંકજભાઈ પંચાલ તરફથી વિકલાંગ વ્યક્તિ ને ઉતરાયણ પર્વ નિમિતે સાયકલ નું દાન કરી જીવદયા સાથે મનાવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે,

અશોક સક્પાલ દ્વારા પાછલા ૭ વર્ષ થી સાથિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરતા આ ઉત્તરાયણ નિમિત્તે ઘાયલ પક્ષઓની ની સારવાર માટે જીવદયા નું ઉત્તમ કાર્ય ને મણીનગર ના સ્થાનિક ધારાસભ્ય શ્રી,સ્થાનિક કોર્પોરેટરો, અમદાવાદ ના ફોરેસ્ટ ( જંગલ ખાતા ) ના અધિકારી,પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ, સહિત સામાજિક સંસ્થાઓ, સ્થાનિક અગ્રણીઓ દ્વારા કેમ્પ ની મુલાકાત લઈ આ જીવદયા ના ઉતમ કાર્ય ની નોંઘ લઈ દર વર્ષે આ કામને બિરદાવી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.