વિસાવાડા ના મહેર રાસ ગૃપે આફ્રિકામા મણીયારો તથા તલવાર રાસની રમઝટ બોલાવી. - At This Time

વિસાવાડા ના મહેર રાસ ગૃપે આફ્રિકામા મણીયારો તથા તલવાર રાસની રમઝટ બોલાવી.


વિસાવાડા ના મહેર રાસ ગૃપે આફ્રિકામા મણીયારો તથા તલવાર રાસની રમઝટ બોલાવી.

પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામનુ મહેર રાસ ગૃપ ગત નવરાત્રીમા આફ્રિકાના યુગાન્ડા ખાતે આવેલા અલગ અલગ નવરાત્રીમા મહેર નો મણીયારો રાસ તથા તલવાર રાસ રજુ કરી સૌવ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.
યુગાન્ડા ના જીંજા તથા કમ્પાલા નવરાત્રી મા રાસ રજુ કર્યા હતા.
તથા લુગાઝી ખાતે આવેલા નાનજી કાલિદાસ મહેતાની કંપની મા પણ રાસ રજુ કર્યા હતા આ તકે યુગાન્ડા ના પ્રેસિડેન્ટ શ્રી મુસેવેની ,કેશવાલા ગૃપના રણમલભાઈ કેશવાલા,બોલીવુડ અભિનેત્રી જુહી ચાવલા તથા દિગ્ગજ બિઝનેસ મેનો ખાસ મહેરનો મણીયારો રાસ નિહાળવા આવેલા.
મુળ વિસાવાડા અને હાલ યુગાન્ડા ના દિગ્ગજ બિઝનેસમેન કેશવાલા ગૃપના રણમલભાઈ કેશવાલા દ્વારા મહેર રાસ ગૃપને સ્પોનશર કરી મહેરની સંસ્કૃતિ અને મહેર પહેરવેશ તથા રાસ રજુ કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image