મીની વાવાઝોડાના કારણે અનેક વૃક્ષ-ડાળીઓ-પોલ ધસી પડયા - At This Time

મીની વાવાઝોડાના કારણે અનેક વૃક્ષ-ડાળીઓ-પોલ ધસી પડયા


રાજકોટમાં ગઇકાલે રાત્રે સેન્ટ્રલ ઝોન અને ઈસ્ટ ઝોનમાં દોઢ-દોઢ તથા વેસ્ટ ઝોનમાં એક ઇંચ વરસાદ પડયો હતો. પરંતુ કડાકા ભડાકા સાથેની વીજળી અને મીની વાવાઝોડાના કારણે અનેક સ્થળોએ કેટલાક વૃક્ષ અને મોટી સંખ્યામાં ઝાડની ડાળીઓ પડી ગઇ હતી. વીજ પોલ પણ ધરાશાયી થવા સહિતની 134 જેટલી આવી ઘટના બન્યાનું બંને તંત્રમાંથી જાણવા મળ્યું છે.
ગઇકાલે રાત્રે ફાયર તંત્ર ખડેપગે બન્યું હતું અને વૃક્ષની ડાળીઓ અને વૃક્ષો હટાવવાની કામગીરી કરી હતી. પીજીવીસીએલ દ્વારા પણ વીજ પોલ ઉભા કરવા અને વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવા તડામાર કામ હાથ ધરાયું હતું. અને માર્ગો પર ઘટાટોપ વૃક્ષોની મોટી ડાળીઓ શહેરના અનેક મુખ્ય માર્ગો ઉપર તુટી પડી હતી.
તેવી જ રીતે અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયાની ફરિયાદો મનપાના સીવીક સેન્ટર ખાતે નોંધાઈ હતી. જ્યારે વીજ પુરવઠો પણ અનેક વિસ્તારોમાં ખોરવાઈ ગયાની ફરિયાદો ઉઠવા પામેલ જેનું કારણ વીજ પોલ ધરાશાયી થયાનું જાણવા મળ્યુ હતું.
ગઈકાલે સર્જાયેલા મીની વાવાઝોડાના કાણે 134થી વધુ વૃક્ષ-વૃક્ષની ડાળીઓ અને વીજપોલ ધરાશાયી થયા હતાં. તેવી જ રીતે ભારે પવનના કારણે કેટલાક કારખાનાના પતરાઓ ઉડી જવાનું બહાર આવ્યું હતું ખાસ કરીને ગરબા આયોજકો ચિંતામાં પડયા છે. ગઈકાલે વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં વેલકમ નવરાત્રી કાર્યક્રમ ચાલુ હતો ત્યારે વાવાઝોડાથી મંડપ ઉડી જતા દોડાદોડી થઇ હતી. જોકે કોઇ ઘટના બની ન હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.