બરવાળા નગરપાલિકા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થશે
તા.૦૪/૦૧/૨૦૨૪ ના રોજ બરવાળા નગરપાલિકા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભાવભેર આગમન થઈ શહેરી વિસ્તારમાં ફરશે
વિકસીત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ ઘર આંગણે જ મળશે
બરવાળા નગરપાલિકા ખાતે વિકસીત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થશે.સરકારનો “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” થકી તમામ માનવીઓ સુધી પહોંચીને પાત્રતા ધરાવતા દરેક લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આવરી લઈને સો ટકા યોજનાકીય લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનો નિર્ધાર છે.ત્યારે તા.૦૪/૦૧/૨૦૨૪ ના રોજ બોટાદ જિલ્લામાં બરવાળા નગરપાલિકા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભાવભેર આગમન થશે.
આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ પદાધિકારીઓ,અગ્રણીઓ અને અધિકારીઓના હસ્તે લાભાર્થીઓને તેમના ઘર આંગણે જ અર્પણ કરાશે. સાથે સાથે કાર્યક્રમમાં આરોગ્ય કેમ્પ યોજાશે. જેમાં ટી.બી તથા સીકલ સેલ એનીમિયાના સ્ક્રિનિંગ સાથે ગ્રામજનોના આરોગ્યની નિ:શુલ્ક તપાસ કરવામાં આવશે. તેમજ 'મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અંગે લાભાર્થીઓ પોતાની કહાની રજૂ કરશે.ત્યારબાદ વિકસીત ભારત સંકલ્પ યાત્રા રથ બરવાળા નગરપાલિકા વિસ્તારનાં ૧ થી ૬ વોર્ડનાં મુખ્ય ચોક જાહેર જગ્યા ઉપર ફરશે. બરવાળા નગરપાલિકા ખાતે આ અવસરે ઉપસ્થિતો દેશની એકતા, અખંડિતતા અને પ્રભુતા જાળવી રાખવા સાથે દેશને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લેશે.આ વિકસીત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં સરકારની વિવિધ વિભાગની સેવાઓનો લાભ લેવા બરવાળા નગરપાલિકા વિસ્તારનાં લાભાર્થીઓને બરવાળા નગરપાલિકાના પ્રમુખ જગદીશભાઈ ચાવડા તેમજ ચીફ ઓફિસર વાય.જે.ગણાત્રા દ્વારા લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.