ડો.બાબાસાહેબ આંબેડકરના પ્રતિબધ્ધ અનુયાયી એવા કવિ-લેખક અને બૌધ્ધાચાર્ય સામંતભાઈ સોલંકી બૌદ્ધનું ,સમાજ રત્ન એવોર્ડ-૨૦૨૪ આપી સન્માન કરાયું. - At This Time

ડો.બાબાસાહેબ આંબેડકરના પ્રતિબધ્ધ અનુયાયી એવા કવિ-લેખક અને બૌધ્ધાચાર્ય સામંતભાઈ સોલંકી બૌદ્ધનું ,સમાજ રત્ન એવોર્ડ-૨૦૨૪ આપી સન્માન કરાયું.


ડો.બાબાસાહેબ આંબેડકરના પ્રતિબધ્ધ અનુયાયી એવા કવિ-લેખક અને બૌધ્ધાચાર્ય સામંતભાઈ સોલંકી બૌદ્ધનું ,સમાજ રત્ન એવોર્ડ-૨૦૨૪ આપી સન્માન કરાયું.

સમન્વય શે.કા.સંગઠન સોમનાથ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ તા.૧૩/૩/૨૪ના રોજ સોમનાથ મુકામે ૨૨ જેટલા વ્યક્તિઓનુંસન્માન કરવામાં આવ્યું.જેને સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેને ઉપરોક્ત સંસ્થા દ્વારા “ વેરાવળ-ગીર સોમનાથ જિલ્લાના પ્રતિબદ્ધ કવિ-,લેખક અને બાબાસાહેબના પ્રતિબદ્ધ અન્યુયાયી,બૌધ્ધાચાર્ય અને ભારતીય બૌધ્ધ મહાસભા ગુજરાત રાજ્ય.પ.વિ.ના અધ્યક્ષ સામંતભાઈ સોલંકી-બૌદ્ધનું દિનેશભાઈ સોલંકીના વરદ હસ્તે “સમાજ રત્ન એવોર્ડ”આપીને સન્માન કરવામાં આવ્યું. જે સમાજનું ગૌરવ છે. આ સાથે માનસિંગ ભાઈ ચાવડા, ડો.રમેશ મકવાણા,ડો.ગૌરાંગ બગડા,શશીકાંત ભોજ તેમજ પદ્મશ્રી હિરબાઈ બેન લોબી, અને પ્રેમજીત બારીયા વિ. ઘણા મહાનુભાવોનું સમાજ રત્ન એવોર્ડ આપીને સન્માન કરવામાંઆવ્યું હતું. કાર્યક્રમમાં બાબાસાહેબ આંબેડકરના જીવન ઉપર અસરકારક નાટીકા પણ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના આયોજક ભગવાનભાઈ સોલંકી એ આવો સુંદર કાર્યક્રમ યોજી સમાજ માટે-દેશ માટે કાર્ય કરતા મહાનુભાવોને પ્રોત્સાહિત કરવાનું ઉત્તમ કાર્યક્રમ કરી સમાજને પ્રેરણા પુરી પાડી છે.


8200012906
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.