હિન્દુ ધર્મની પરંપરા અનુસાર હોળી મહાપર્વ અને ‘સેવ’ વચ્ચે અતૂટ નાતો - At This Time

હિન્દુ ધર્મની પરંપરા અનુસાર હોળી મહાપર્વ અને ‘સેવ’ વચ્ચે અતૂટ નાતો


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

હિન્દુ ધર્મમાં ઘઉની સેવની પરંપરા

હિન્દુઓ હોળીનાં મહાપર્વે ઘઉંની સેવ ખાવાનું ચૂકતા નથી. જેથી હાલ બજારોમાં અનાજ-કરિયાણાની દુકાનો કે ચણા-મમરાની દુકાનોની બહાર મોટાં તગારાં કે ખૂમચામાં ઘઉંની સેવના ઢગલા ખડકાયેલા જોવા મળે છે. આ એ જ સેવ જે અગાઉ પાટિયા પણ વણાતી હતી, પરંતુ આજે સમય બદલાતાં મશીન અથવા સંચા દ્વારા ગૃહિણીઓ ઘરે અથવા ગૃહ ઉધોગોમાં આ સેવ બનાવતી જોવા મળે છે.
જોકે, વર્ષો વીતવા છતાં હોળી પર્વે આરોગાતી ઘઉંની સેવનો દબદબો હજુ પણ યથાવત્ રહ્યો છે.

આજના યુગના બાળકો

આજે નાસ્તાની વાત આવે તો બાળકના મોંઢામાંથી મેગી...શબ્દ સરી પડે છે. પરંતુ જ્યારે મેગીનો આવિષ્કાર ન હોતો થયો. ત્યારે મેગીના ગૂંચડા જેવી જે સેવ વર્ષો અગાઉનાં બાળકો ખાતાં હતાં તે ઘઉંની સેવની બોલબાલા આજે પણ કેટલાયે ઘરોમાં જળવાઈ રહી છે. જ્યારે મેગીની સેવ કરતા ઘઉંની સેવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફળદાયી હોય છે. કારણ કે મેગી એ મેદાના લોટમાંથી બનાવવામાં આવે છે અત્યારે ઘઉંની સેવ એ ઘઉંના લોટમાંથી બનતી હોય છે .ઘઉંની સેવની અલગ અલગ વાનગીઓ પણ બનાવવામાં આવે છે ઘઉંની સેવોની દૂધની વાનગી તેમજ ઘઉં ને શેકીને પણ તેના ચોસલા પાડી વાનગી તરીકે તેને વાગોળવામાં આવે છે.

વર્ષો પુરાણી પરંપરા યથાવત

પરંપરા મુજબ હોળી પર્વે ઘઉંની કાચી સેવ હોળીનું પૂજન કરવા લઇ જવાય છે. પૂજન બાદ સૌ ભોજનમાં ઘઉંની સેવનું મિષ્ટાન બનાવી સેવ, દેશી ઘી અને ખાંડ મિક્ષ કરી ગળ્યું ખાવાનો આનંદ લૂંટે છે. હોળી પર્વે ઘઉંની સેવ કેમ ખાવી જોઇએ? તે અંગેનું કોઇ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું. તેમ છતાં ખાસ કરીને હિન્દુઓ હોળી પર્વે ઘઉંની સેવ ખાવાનું ચૂકતા નથી. જોકે, ઘઉંની સેવ ખાવાનો આનંદ અન્ય સમુદાયના લોકો પણ લૂંટે જ છે. પરંતુ તેમના માટે ધાર્મિક માન્યતાને કારણે નહીં પણ ખાવાની એક સામગ્રી તરીકે ઘઉંની સેવ ખરીદવી મહત્વની થઇ પડી છે. ઘઉંની સેવનો ઉપાડ દર વર્ષે વધતો જાય છે. હોળીના પર્વે જ્યારે ઘરમાં ઘઉંની સેવ બનાવાતી હોય અને બાળક આ સેવ ખાવાનો ઇન્કાર કરે તો માતા-પિતા ઘઉંની સેવને ગળી મેગી છે તેમ કહીને સેવ ખવડાવે છે. હાથ વણાટનું સ્થાન મશીન-સંચાએ લીધું વર્ષો અગાઉ ઘરેઘરે ઘઉંની સેવ હોળીના ૧૦-૧૫ દિવસ પહેલાં મહિલાઓ ભેગી થઇને પાટિયા ઉપર બેસીને વણતી હતી. આ હાથ વણાટની સેવનું સ્થાન આજે મશીન અને સંચાએ લીધું છે. અથવા તૈયાર વેચાતી સેવ ખરીદાય છે. રવા-મેંદાની સેવ પણ બજારમાં ઉપલબ્ધ હોળી પર્વે બજારમાં ઘઉંની સેવ વેચાય છે. હવે તેમાં પણ પરિવર્તન આવતાં ઘઉંની સેવની સાથે રવા-મેંદાના લોટમાંથી બનાવાયેલી સેવ બજારમાં ઉપલબ્ધ બની છે. રવા-મેંદાની સેવ ઘઉંની સેવ કરતાં દેખાવમાં સફેદ હોય છે પરંતુ બંને વચ્ચે સ્વાદનો તફાવત બહું મોટો હોવાનું ઘઉંની સેવ ખાવાના રસિયાઓ પાસેથી જાણવા મળી રહયું છે.

હોળીના બીજા દિવસે ધુળેટી નો તહેવાર હોય છે ત્યારે

હિન્દુ શાસ્ત્ર મુજબ હોલિકા દહન પછીનો બીજા દિવસે ધુળેટી ના તહેવાર મનાવવામાં આવે છે હિન્દુ ઓના ઘરોમાં મિષ્ટાન સ્વરૂપે અગાઉની સેવોની અલગ અલગ વાનગીઓ બનાવીને તેને ખાવામાં આવે છે. હાલ ગુજરાતના રાજ વિસ્તારોમાં આ ઘઉંની વણેલી સેવનું વેચાણ પણ પુષ્કળ પ્રમાણમાં થતું હોય છે.

એક જ પરિવારના લોકો ગૃહ ઉદ્યોગ તરીકે

હોળીનો તહેવાર શરૂ થતા ની સાથે ડભોઇ પંથક ની અંદર કેટલાક ગૃહ ઉદ્યોગોમાં આ ઘઉંની સેવા બનાવવાની કામગીરી અરંભી દેવામાં આવે છે ત્યારે ડભોઇ પંથક ની અંદર એક જ પરિવારના લોકો આ ઘઉંની સેવા બનાવતા નજરે પડ્યા હતા અને તેઓ આ હોળીના તહેવારમાં ઘઉંની સેવ બનાવીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે તેવું આ પરિવારના સભ્યોએ જણાવ્યું હતું.9428428127


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon