ધંધુકા ગંગાબા હાઇસ્કૂલની ધો.૧૦ અને ૧૨ની વિદ્યાર્થી ઓ ને શુભકામના અપાઈ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3pastbnjbwlovqqg/" left="-10"]

ધંધુકા ગંગાબા હાઇસ્કૂલની ધો.૧૦ અને ૧૨ની વિદ્યાર્થી ઓ ને શુભકામના અપાઈ.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા ગંગાબા હાઇસ્કૂલની ધો.૧૦ અને ૧૨ની વિદ્યાર્થીઓને શુભકામના અપાઈ.
જિલ્લા શિક્ષણાધિકારી અને મામલતદારની ઉપસ્થિતિ.
ધંધુકાની એક માત્ર ગર્લ્સ સ્કૂલ સ્વ.ગંગાબા જાદવ શાળામાં ધો. ૧૦ અને ૧૨ની વિદ્યાર્થીનીઓને શુભકામના આપવા માટેનો કાર્યક્રમ જીલ્લા શિક્ષણાધિકારી ડો.ભરત વાઢેર, મામલતદાર પી.એમ.ભટની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.આ તકે વિદ્યાર્થીનીઓને આર્શીવાદ સ્વરૂપે શ્રી ફળ અને સાકર આપવામાં આવ્યા હતા.
ધંધુકાની ગંગાબા જાદવ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે ધો.૧૦ અને ૧૨ની વિદ્યાર્થીનીઓને વિદાય અને સત્કાર આર્શીવાદ માટેનો સમારંભ – યોજાયો હતો. સમારંભમાં જીલ્લા શિક્ષણાધિકારી,મામલતદાર,કા. રા.ગુરૂકુળના નરેન્દ્રસિંહ અસવાર, અક્ષર ચેરીટેબલ ટ્રસ્ટના નરેન્દ્રસિંહ ચુડાસમા, બી આર સી ડો.રઘુવીરસિંહ ચુડાસમા,શાળા ટ્રસ્ટના પ્રમુખ પ્રવિણસિંહ જાદવ, મંત્રી નારણભાઇ પટેલ, ટ્રસ્ટી જોરૂભા વાઝા, શિક્ષણવિદ સહદેવસિંહ ચુડાસમા, જગજીવનભાઇ કેવડિયા, કીર્તીભાઇ દવે, ભરતભાઈ શાહ, નિવૃત ના. કલેકટર ટી.કે.ડોડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]