પીવાનાં પાણીમાં દુર્ગંધ આવે છે: વાત ફેલાવતા પ્રમુખે ફ્લેટ ધારકને ફટકાર્યો
શહેરનાં રેલનગરના શ્યામા સ્કાય લાઈફ એપાર્ટમેન્ટમાં રહેતા યુવકે સોસાયટીમાં પીવાનાં પાણીમાં દુર્ગંધ આવે છે. વાત ફેલાવતા પ્રમુખે યુવક અને તેનાં પિતાને માર માર્યો હતો.મળતી વિગત મુજબ ફરિયાદી પારસભાઈ બળવંતભાઈ જોષી (ઉ.વ.34, રહે. એ-904 શ્યામા સ્કાય લાઈફ એપાર્ટમેન્ટ ફાયર બ્રિગેડની બાજુમાં રેલનગર, રાજકોટ) એ ફરીયાદમાં જણાવ્યું કે ગત તા-08/06/2024 ના રાત્રીના સાડા નવ વાગ્યાની આસપાસ તેઓ એપાર્ટમેન્ટની નીચે ખુરશી નાખી બેઠા હતા. ત્યારે આજથી આસરે પંદરેક દિવસ પહેલા તેને સોસાયટીના ગ્રુપમા મેસેજ નાખેલ કે સોસાયટીમાં પાણી આવે છે
તેમા ખરાબ વાસ આવે છે. જેને અનુલક્ષીને આ વાત તેમના અદા દિલિપભાઈને કહેતા ત્યા બેઠેલ દિવ્યરાજસિંહ રાણાએ કહેલ કે તમે બધાને કહોમા જે પ્રોબ્લેમ હોય તે પ્રમુખને જણાવો તેમ કહેતા મે જણાવેલ કે મે માત્ર દિલિપ અદાને જ આ વાત કરેલ છે. તમે શું કામ મારી સાથે બોલાચાલી કરો છો કહેતા દિવ્યરાજસિંહ એકદમ ઉશ્કેરાય ગયેલ અને મારી સાથે ઉચા અવાજે વાત કરવા લાગેલ. મને એક લાફો મારી દીધેલ. આ દરમ્યાન મારા પિતા ત્યા આવી ગયેલ અને દિવ્યરાજસિંહને કહેલ કે તમે મારા દિકરા ઉપર હાથ કેમ ઉપાડેલ. ત્યારે આ દિવ્યરાજસિંહ વધુ ઉશ્કેરાય ગયેલ અને લાકડાનો ધોકો લઇ મને માથાના ભાગે મારેલ. આ દરમ્યાન મારા પિતા તેમજ બીજા માણસો બચાવવાની કોશીશ કરતાં મારા પિતાને પણ માથાના ભાગે ધોકો મારેલ. ત્યાર બાદ માણસો ભેગા થઇ જતા અમે છુટા પડેલ. બાદ બંનેને સારવાર અર્થે 108 મારફતે રાજકોટ સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યાં હતા. બનાવ અંગે પ્રદ્યુમન નગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.