કચ્છ જિલ્લામાં તિરંગા યાત્રાને મળી રહ્યો છે જન પ્રતિસાદ રાપર ખાતે તાલુકાકક્ષાની તિરંગા યાત્રામા બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ તિરંગાયાત્રાનો પ્રારંભ કરાવતા નાગરિકોને ઘર ઘર તિરંગો લહેરાવવા કર્યો અનુરોધ સરહદી વિસ્તારમાં લોદ્રાણી ખાતે યોજાયેલી તિરંગા યાત્રામાં પોલીસ, બીએસએફના
સરહદી વિસ્તારમાં લોદ્રાણી ખાતે યોજાયેલી તિરંગા યાત્રામાં પોલીસ, બીએસએફના
જવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો
ભુજ, મંગળવાર
સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. કચ્છ જિલ્લામાં પણ તિરંગા યાત્રાને જન પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે રાપર તાલુકામાં રાપરમાં કક્ષાની, સરહદી ગામ લોદ્રાણી તથા તાલુકાના વિવિધ ગામમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીશ્રીઓ, ગ્રામજનો, પોલીસ જવાન, બીએસએફના જવાન, હોમગાર્ડના જવાનો તથા શાળાના છાત્રો જોડાયા હતા. દેશભક્તિના નારાઓથી શહેર તથા ગ્રામની ગલીઓ ગુંજી ઉઠી હતી.
રાપર ખાતે ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, પોલીસ, હોમગાર્ડના જવાનો, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, ગ્રામજનો, સંતો તથા વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. રાપર પોલીસ મથક થી ધારાસભ્યશ્રીએ તિરંગાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. શહેરના માર્ગો તિરંગા યાત્રાએ ફરીને નાગરિકોને ઘર ઘર તિરંગો લહેરાવવા સંદેશો પાઠવ્યો હતો. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, ઇન્ચાર્જ મામલતદાર એમ .કે .રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી એ.આર.ત્રિવેદી, પીઆઈ બી.જે.બુબડીયા, નાયબ મામલતદાર શિવાભાઇ રાજપૂત, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આંબાભાઈ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત રાપર તાલુકાના સરહદી લોદ્રાણી - નાગપુર ખાતે પોલીસ, બીએસએફના જવાનો તથા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વંદે માતરમના નારા સાથે નીકળેલી તિરંગાયાત્રાથી સરહદી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
રિપોર્ટર -દિપક આહીર
ભચાઉ કચ્છ
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.