શ્રી વિશા ઓશવાળ જૈન કન્યા વિદ્યાલય લાકડિયા માં ફેરવેલ પ્રોગ્રામ કરવામાં આવ્યો - At This Time

શ્રી વિશા ઓશવાળ જૈન કન્યા વિદ્યાલય લાકડિયા માં ફેરવેલ પ્રોગ્રામ કરવામાં આવ્યો


શ્રી વિશા ઓશવાળ જૈન કન્યા વિદ્યાલય લાકડિયા ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની વિદ્યાર્થીનીઓ ને જયારે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી છે ત્યારે તેમની શુભકામનાઓ પાઠવવા માટે તેમજ તેમની યાદોને અમર બનાવવા માટે તારીખ ૭માર્ચ ૨૦૨૩ ના રોજ શાળામાં ફેરવેલ પ્રોગ્રામની ઉજવણી કરી હતી તેમાં મુખ્ય મહેમાન શ્રી શાળા ટ્રસ્ટીઓ સંચાલક શ્રી ભારતીબેન, શ્રી કુમાર સાહેબ અને યુરો ગ્લોબલ એકેડેમી ના એકાઉન્ટર જમીલ સાહેબે હાજરી આપી હતી અને વિદ્યાર્થીનીઓ ને ભેટ તથા શુભકામનાઓ પાઠવી હતી અને શાળામાં કુલ ૧૯ જેટલા પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા અને ધોરણ ૧૦ અને ૧૨ ની વિદ્યાર્થીનીઓને લાકડિયા ગામના વતની ફારુકભાઈ ખત્રી દ્વારા બોલપેન ભેટ આપવામાં આવી હતી
આ ફેરવેલ પ્રોગ્રામમાં શાળાના આચાર્ય શ્રી મયુરસિંહ ઉપઆચાર્ય સંદીપભાઇ પટેલ તેમજ હેતલબેન પટેલ, નર્મદાબેન આહીર, વંદનાબેન ખવાસ અને રીંકલબેન ચૌહાણ શુભકામનાઓ પાઠવી હતી જે ૧૯ જેટલા કાર્યક્રમમાં ડાન્સ ગીત કવાલી નાટક અને ગેમ રજૂ કરવામાં આવ્યા હતા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીઓ ને સ્વરૂચિ ભોજન કરાવામાં આવ્યું હતું
અંતે શાળા ના આચાર્ય શ્રી મયુરસિંહ આભાર વિધિ કરીને કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કર્યો હતો

અહેવાલ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો-9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon