જસદણમાં અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી થશે - At This Time

જસદણમાં અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી થશે


જસદણમાં અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી થશે

અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ - જસદણ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 20 માર્ચ, 2023 - "વિશ્વ ચકલી દિવસ" ની ઉજવણી નિમિત્તે ચકલીના માળાનું વિના મૂલ્યે વિતરણ અને સાથે સાથે પક્ષીઓ માટેની ચણની ડિશ અને પાણીના કુંડાનું પણ રાહત દરે આજે વિતરણ કરવામાં આવશે આ તકે જસદણના સર્વે પર્યાવરણપ્રેમી લોકોએ વિના મૂલ્યે ચકલીના માળા મેળવવા માટે પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમજ કાર્યક્રમ તારીખ -20/03/2023, સોમવાર, સમય - સાંજના 4.00 થી 7.00 સુધી અને સ્થળ - ધરતી હાર્ડવેર, ડી.એસ.વી.કે. હાઇસ્કૂલ સામે, જસદણ રાખવામાં આવ્યો છે. અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ ખાસ વિનંતી કરવામાં આવી છે કે ચકલીનો માળો,ચણની ડિશ કે પાણીનું કૂંડું લેવા આવો ત્યારે કપડાંની થેલી સાથે લઈને જ આવશો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon