મેંદરડા પોલીસ મેંદરડા પોલીસ દ્વારા બાતમીના આધારે જુદા જુદા સ્થળો પર રેડ કરવામાં આવેલ જેમાં દેશીદારૂ બનાવનાર આરોપી ફરાર જ્યારે ભાલછેલ ના છ શકુનીઓ પોલીસના હાથે ઝડપાયા વધુ તપાસ પીએસઆઇ મોરી ચલાવી રહ્યા છે જ્યારે બીજા કિસ્સામાં મેંદરડા પોલીસ દ્વારા તાલુકાના ભાલછેલ ગામે જુગારનો દરોડો પાડવા દ્વારા જુગાર અને દેશી દારૂ બનાવતા ઈશમો પર રેડ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે પીએસઆઇ કે એમ મોરી એ બાતમી ના આધારે રેડ કરી રોકડ રકમ અને મુદ્દા માલ સહિત જુગારના છ આરોપી ની ધરપકડ કરેલ જ્યારે દારૂ બનાવનાર આરોપી ફરાર
મેંદરડા પોલીસ દ્વારા બાતમીના આધારેજુદા જુદા સ્થળો પર રેડ કરવામાં આવેલ
દેશી દારૂ બનાવનાર આરોપી ફરાર .....જુગાર રમતા છ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલા
Hide quoted text
સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હાહાકાર મચી જવા પામેલ છે તેવો કિસ્સો તાજેતરમાં બોટાદ અને અમદાવાદ ના વિસ્તારોમાં કેમિકલ યુક્ત દારૂ પીવાથી 35 કરતાં પણ વધુ લોકોના મૃત્યુ થવા પામેલ સામે આવ્યો હતો, ત્યારે ગુજરાત સરકાર અને સેલ મોનિટરિંગ નાવડા, ગુજરાત પોલીસ સહીત તમામ ડીપાર્ટમેન્ટ તાત્કાલિક અસરથી હરકકત મા આવેલ અને આદેશો જારી કરવામાં આવ્યા હતા, સમગ્ર ગુજરાતમાં દેશી વિદેશી દારૂ સહિત નશીલા પદાર્થો વેચતા બનાવતા ખરીદતા અને નશો કરતા લોકો અને બુટલેગરો પર તાબડોડ કાર્યવાહી કરવા માટે સમગ્ર ગુજરાત પોલીસને આદેશ કરવામાં આવેલ છે ત્યારે મેંદરડા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરી નશીલા પદાર્થો વહેંચતા અને નશો કરતાં લોકો પર આકરા પાણીએ તાબડતોડ જુદા જુદા સ્થળો પર રેડ કરવામાં આવી રહી છે ત્યારે મેંદરડા તાલુકાના ગુંદિયાળી ગામે પીએસઆઇ કે મોરીને બાતમી મળતા ગુંદિયાળી ગામના સંજય દાના કહોર ના ખેતર પાસે આવેલ જંગલના વોકળાકાંઠે પડતર જગ્યામાં ગેરકાયદેસર દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો આશરે ૧૩૦૦ લિટર નો જથ્થો મળી આવેલ છે જેમાં મુદ્દા માલ સહિત આશરે ૨૯૫૦ કબજે કરી ફરાર આરોપી સંજય દાના કહોર સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
જ્યારે બીજા કિસ્સામાં મેંદરડા પોલીસ દ્વારા તાલુકાના ભાલછેલ ગામે જુગારનો દરોડો પાડવામાં આવેલ હતો ત્યારે ભાલછેલ ગામ પાસે આવેલ હેલીપેડ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી ના આધારે અશ્વિન સામત મકવાણા ના મકાનની આગળ જાહેર ચોકમાં સ્ટ્રીટ લાઈટ નીચે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને પકડી પડેલ છે જેમાં અશ્વિન સામત મકવાણા,દિલીપ મનસુખ કુમારખાણીયા, વિશાલ મનસુખ પરમાર, પિયુષ રમેશ ચૌહાણ,અનવર ભીખા વઢવાણ,અતુલ વનરાજ મકવાણા સહિત છ જુગાર પત્તા પ્રેમીઓને દબોચી લેવામાં આવેલ ત્યારે સ્થળ પરથી રોકડ રકમ મોબાઈલ સહિત કુલ મુદ્દા માલ આશરે ૩૦૮૨૦ કબજે કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ હતી જેની વધુ તપાસ પી.એસ.આઇ કે એમ મોરી ચલાવી રહ્યા છે
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા
૯૯૨૪૩-૯૦૩૦૫
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.