રાજકોટના તબીબે 40 ભાષામાં કિડની ફેઈલ્યોરથી બચવા માટેની સંપૂર્ણ માહિતી આપતી વેબસાઈટ ફ્રીમાં બનાવી - At This Time

રાજકોટના તબીબે 40 ભાષામાં કિડની ફેઈલ્યોરથી બચવા માટેની સંપૂર્ણ માહિતી આપતી વેબસાઈટ ફ્રીમાં બનાવી


ભારત અને વિશ્વભરમાં કિડનીનાં રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે. કિડનીનાં રોગો અંગે જનજાગૃતિ માટે વિશ્વનાં 100થી વધુ દેશોમાં દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે કિડની દિવસની ઉજવણી જાગૃતિ માટે ઉજવાય છે.ત્યારે રાજકોટના કિડની રોગના નિષ્ણાત તબીબ ડો.સંજય પંડ્યાએ કિડની એજ્યુકેશન વેબસાઈટ બનાવી છે. જે વિશ્વભરમાં આ સ્લોગનને પૂર્ણ કરી યથાયોગ્ય માહિતી આપતી એકમાત્ર વેબસાઈટ છે. 40 ભાષામાં ઉપલબ્ધ વેબસાઈટનાં માધ્યમ દ્વારા નિઃશુલ્ક માહિતી આપતી હોવાના કારણે આ વેબસાઈટનો લાભ વિશ્વભરના લોકો દુનિયાના કોઈ પણ ખૂણેથી ફ્રી લઈ શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.