ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાં ભારત બંધના એલાનને સમર્થન સંપુર્ણ ગારીયાધાર સજ્જડ બંધ - At This Time

ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાં ભારત બંધના એલાનને સમર્થન સંપુર્ણ ગારીયાધાર સજ્જડ બંધ


ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાં ભારત બંધના એલાનને સમર્થન સંપુર્ણ ગારીયાધાર સજ્જડ બંધ

ભારત દેશની સર્વોચ્ચ અદાલતની સાત જજોની બંધારણીય પીઠ દ્વારા એસસી.એસ.ટી અનામતમા પેટા વર્ગીકરણના વિવાદી ચુકાદાને લઈ આજે તારીખ 21 ના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ છે. આરક્ષણ બચાવો લઇને આજે ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં sc. St. સમાજ દ્વારા એસસી.એસ.ટી અનામતમા પેટા વર્ગીકરણના વિવાદી ચુકાદાના વિરુદ્ધમાં રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

ગારીયાધારનાં વેપારીઓ શહેરીજનો દ્વારા ભારત બંધના એલાનને સમર્થન આપી ગારીયાધાર સજ્જડ બંધ રાખી સમર્થન આપવામાં આવ્યું હતું

ગારીયાધાર શહેરની બજારો સવારથી બંધ જોવામાં મળી હતી

ગારીયાધાર પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો

ભારત બંધના એલાનને સફળ બનાવવા એસ સી. એસ ટી સમાજના સામાજીક આગેવાન યુવાનો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા જો કે આ બંધના એલાનને વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી પુરેપુરૂ સમર્થન આપ્યું હતું

રાજકીય પક્ષોની વાત કરીએ તો બહુજન સમાજ પાલ્ટી ગારીયાધાર દ્વારા બંધના એલાનને સમર્થન આપી રેલીમાં જોડાયા હતાં તેમજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જ્યારે ભાજપ કોગ્રેસ કે આમ આદમી પાર્ટી દ્વારા એસ ટી એસ સી સમાજને કોઇ સમર્થન આપતા જોવામાં આવેલ ન હતું

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.