૧૦ કરોડ ખેડૂતોનાં ખાતામાં આવ્યા ૨,૦૦૦ રૂપિયા
દેશનાં ૧૦ કરોડ જેટલા ખેડૂતોને આજે દિવાળીની ગીફટ મળી છે. તેમના ખાતામાં ૨૦૦૦ રૂપિયા જમા થયા છે. પીએમ મોદીએ ‘પીએમ કિસાન સમ્માન નિધિ યોજના'નો ૧૨મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કર્યો છે. આજે અહિં પૂરતા સ્થિત ભારતીય કૃષિ સંસોધન સંસ્થા (IARI)માં પીએમએ કિસાન સમ્માન સંમેલનનું ઉદઘાટન કર્યુ હતુ અને આ પ્રસંગે ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર (ડીબીટી) થકી પીએમ કિસાન યોજનાની રકમનો ૧૨મો હપ્તો જારી કર્યો હતો. દેશભરમાં ૧૦ કરોડ ખેડૂતોના ખાતામાં કુલ ૧૬૦૦૦ કરોડ રૂપિયા જમા થયા છે.
પીએમ કિસાનનો છેલ્લો હપ્તો મે મહિનામાં રિલીઝ થયો હતો. આ યોજના ૨૦૧૯ માં શરૂ કરવામાં આવી હતી. આ હેઠળ, પાત્ર ખેડૂત પરિવારોને દર ચાર મહિનાના અંતરાલ પર ૨,૦૦૦ રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. આ રીતે ખેડૂત પરિવારોને વર્ષમાં ત્રણ હપ્તામાં ૬૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. આધુનિક ડિજિટલ ટેક્રોલોજીનો ઉપયોગ કરીને DBT દ્વારા આ યોજનાના લાભો સીધા પાત્ર લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. કળષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી PM-KISAN હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને ૧૧ હપ્તામાં બે લાખ કરોડ રૂપિયાથી વધુનો લાભ મળ્યો છે. તેમાંથી ૧.૬ લાખ કરોડ રૂપિયા કોવિડ મહામારી દરમિયાન ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.