વિસાવદર આર્યે સમાજ ખાતે શિસ્ત,સંસ્કૃતિ,પ્રકૃતિ , આઝાદ ભારત અને રાષ્ટ્રનિષ્ઠાના સંસ્કાર મેળવતી શૈક્ષણિક સંકુલની વિધાર્થીનીઓ - At This Time

વિસાવદર આર્યે સમાજ ખાતે શિસ્ત,સંસ્કૃતિ,પ્રકૃતિ , આઝાદ ભારત અને રાષ્ટ્રનિષ્ઠાના સંસ્કાર મેળવતી શૈક્ષણિક સંકુલની વિધાર્થીનીઓ


શિસ્ત,સંસ્કૃતિ,પ્રકૃતિ , આઝાદ ભારત અને રાષ્ટ્રનિષ્ઠાના સંસ્કાર મેળવતી શૈક્ષણિક સંકુલની વિધાર્થીનીઓ
આયૅ સંસ્કૃતિએ વિશ્વની સવૅશ્રેષ્ઠ સંસ્કૃતિ છે.- સી.વી.ચૌહાણ

આજે શૈક્ષણિક સંકુલ-માંડાવડની બહેનોના માનસપટ પર પંચામૃત સમાન કેળવણીમૂલ્યોના સંસ્કાર આયૅસમાજ વિસાવદર આપવામાં આવ્યા હતા.
આયૅસમાજ વિસાવદરના મંત્રી શ્રી સી.વી.ચૌહાણ સરે પોતાના અદભૂત શબ્દો વડે
મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવન ચરિત્ર અને વિશ્વની સવૅશ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિનો પરિચય તેમજ વેદ ઉપનિષદ વિશેના જ્ઞાનથી વિધાર્થીનીઓમાં સંસ્કાર સિંચન કરેલુ હતું. તેમજ ઉપસ્થિત વિસાવદર પત્રકારત્વ જગતની શ્રેષ્ઠ પ્રતિભા એવા પૂવૅ નગરપાલિકા પ્રમુખ શાંતિલાલ ગણાત્રાએ વિધાર્થીઓને મોટીવેશન આપી તેમજ નવા રાષ્ટ્રપતિ મૂમુનો ઉલ્લેખ કરી નારી શકિત એ આધુનિક ભારતનું સુવણૅ અંકિત ઘરેણાં સમાન છે અને જીવનમાં ખૂબ આગળ વધવાની વાત કરી હતી.આ સમયે વિસાવદર શિક્ષણ જગતના પિતામહ અને ૮૫ વષૅના યુવાન કે જેણે વિસાવદરની ત્રણ-ત્રણ પેઢીને શિક્ષણ આપ્યુ છે.તેવા કાકુભાઈ પરમાર સાહેબે આઝાદીના અમૃત મહોત્સવના વષૅમાં દેશના સાચા હિરો તરીકે સ્વાતંત્ર્ય સેનાનીઓની વાત કરી હતી.તેમજ સી.એમ. માળવીયાસરે પ્રકૃતિનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે સમજાવ્યું હતું.સમાજસેવક જીતુપરી ગોસ્વામીએ દિકરીઓને નારી એ જ નારાયણી છે તેમજ માતા પિતા એ જ સાચા ભગવાન છે અને તેમનો આદર એ જ સાચા સંસ્કાર છે તેવુ કહયુ હતું. આ પચામૃત સંસ્કાર પરિસંવાદમાં વિધાર્થીનીઓ સાથે પ્રશ્નોતરી કરવામાં આવી હતી અને ખૂબ મોટી સંખ્યામાં પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવી હતી.આયૅસમાજ સંસ્થા તરફથી ઉપસ્થિત સંકુલના સંકલનકર્તા સુરેશ ફૂલમાળીયા અને સોનલબેન ડોબરીયાને પુસ્તકોની ભેટ આપવામાં આવી હતી.સંપૂર્ણ શિસ્તબદ્ધ અને સંસ્કારોના સિંચનના આ કાયૅક્રમની સફળતા માટે મેનેજીંગ ટ્રસ્ટી જે.કે.ઠેસિયા અને પ્રિન્સીપાલ પ્રફૂલ વાડદોરીયા અભિનંદન આપ્યા હતાં.આ સંસ્કાર સિંચન કાયૅક્રમની વિસાવદર પત્રકાર પરિવાર તેમજ વિસાવદર સીનીયર સીટીઝનના સભ્યોએ પ્રશંસા કરી હતી.અને સંસ્થા દ્વારા થતી આવી પ્રવૃતિએ સાચા અથૅમાં કેળવણીમૂલ્યોનું નિરૂપણ છે એમ જણાવ્યું હતું.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon