વડોદરામાં પ્રસૂતિનો દુખાવો ઊપડ્યો ને યુવતીની રિક્ષામાં જ ડિલિવરી થઈ ગઈ , બાળકને કચરામાં ફેંકીને ભાગી છૂટ્યું .

વડોદરામાં પ્રસૂતિનો દુખાવો ઊપડ્યો ને યુવતીની રિક્ષામાં જ ડિલિવરી થઈ ગઈ , બાળકને કચરામાં ફેંકીને ભાગી છૂટ્યું .


વડોદરાના કારેલીબાગ ખાસવાડી સ્મશાન પાસે કચરામાં ત્યજી દેવાયેલું નવજાત બાળક આજે સવારે મળી આવ્યું હતું . કારેલીબાગ પોલીસની શી ટીમે કબજો લઈને નવજાત બાળકને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યું હતું . દરમિયાન પોલીસ તપાસમાં આ બાળકને ત્યજી દેનાર યુગલ મચ્છીપીઠનું રહેવાસી છે અને તેમનાં બે દિવસ બાદ લગ્ન થવાનાં છે . સવારે યુવતીને પેટમાં દુખાવો થતાં તેનો મંગેતર ઓટોરિક્ષામાં હોસ્પિટલમાં લઇ જઈ રહ્યો હતો . પરંતુ , યુવતીને હોસ્પિટલમાં પહોંચાડે તે પહેલાં તેને ખાસવાડી સ્મશાન રોડ પર રિક્ષામાં જ પ્રસૂતિ થઇ ગઇ હતી . બાળકનો જન્મ થતાં ગભરાઈ ગયેલા યુગલે બાળકને નજીકમાં કચરામાં ત્યજી દીધું હતું અને યુવાનની મંગેતરને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »