મુળી ના ખંપાળીયા ગામે ગેરકાયદેસર કોલસાની ખાણો ઉપર દરોડા - At This Time

મુળી ના ખંપાળીયા ગામે ગેરકાયદેસર કોલસાની ખાણો ઉપર દરોડા


મુળી તાલુકાનાં ખંપાળીયા ગામે છેલ્લા ઘણા વર્ષો થી ગેરકાયદેસર કોલસાની ખાણો ધમધમી રહી છે ત્યારે સરપંચ જીવણભાઈ દ્વારા અનેક વખત ખનીજ ચોરી ની રજુઆત મામલતદાર અને ખાણ ખનીજ વિભાગ ને કરવામાં આવેલ હતી ત્યારે ખંપાળીયા ના બંધાર વિસ્તાર માં કોલસાની ગેરકાયદેસર આશરે ૪૦ ખાણો જોવા મળી હતી જેમાં થી આશરે ૧૦ ચરખી મશીન અને કાર્બોસેલ ખનિજ નો જથ્થો ઝડપી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ખાણ ખનીજ અધિકારીઓ દ્વારા આ ઝડપાયેલ સામાન અને જથ્થો બિનવારસી બતાવી દેવામાં આવતા અનેક તર્કવિતર્કો સર્જાયા હતા અને ખુદ ખાણ ખનીજ ના અધિકારી ઉપર શંકા વિષે ગામજનો માં કાર્યવાહી બાબતે યોગ્ય કામગીરી કરવામા આવેલ નથી જણાવેલ અને ખનીજ માફીયાઓ ને ખુદ જવાબદાર અધિકારી જ છાવરી રહેલ છે આ ખનીજ ચોરી બાબતે સરપંચ દ્વારા અનેક રજુઆત કરવામાં આવી છે તેમછતાં આજદિન સુધી ખનિજ ખનન વહન ગેરકાયદેસર ચાલે છે ત્યારે આ ખોદકામ સદંતર બંધ કરવામાં આવે તેમ સરપંચ દ્વારા માંગણી કરવામાં આવી છે


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image