આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રૂપને સફળતાનાં બે વર્ષ પૂર્ણ..
સમાજમાં એકબીજાને જોડીને પરસ્પર ઉપયોગી થવાની ભાવના સાથે સંપૂર્ણ હકારાત્મક અભિગમ થકી અને સક્ષમ સમાજ દ્વારા સક્ષમ રાષ્ટ્રના નિર્માણના ધ્યેય સાથે વિવિધ સામાજિક, આર્થિક, શૈક્ષણિક, કાયદાકીય, સાંસ્કૃતિક પ્રવૃતિઓ સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્ય કેમ્પ, વૃક્ષારોપણ, કોરોના સમયે કોરોના અને વેકસીન જાગૃતિ, ભારે પુરમાં બિનજરૂરી સાહસ ન કરવા બાબતે અને વ્યસનમુક્તિ જેવા અનેક કાર્યક્રમો સતત થતાં જ રહે છે. અન્ય સમાજમાં પણ એક હકારાત્મક છાપ ધરાવતા આ ગ્રુપને 13 જુલાઈના રોજ સફળતા પૂર્વક બે વર્ષ પૂર્ણ થતાં ચૉતરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.ગ્રૂપના એડમીન આર.જે.રામ, સહ એડમીન મથુરભાઈ બલદાણીયા અને સંજયભાઈ છૈયા તથા કોર કમિટી અધ્યક્ષ અને આહીર અગ્રણીશ્રી ઘનશ્યામભાઈ હેરભા જણાવે છે કે અન્ય સમાજ પણ જો આ રીતે કામ કરેતો સર્વે સમાજના વિકાસ સાથે સશક્ત અને સક્ષમ રાષ્ટ્રનો હેતુ બર આવશે.ગ્રુપના સંચાલનમાં સર્વે કોર કમિટી, સર્વે કન્વીનર્સ અને સમાજના લોકો સતત સક્રિય રહી સમાજસેવા કરી રહ્યા છે..
રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.