ભરૂચ જિલ્લા ના દહેજ વિસ્તાર મા ખુબજ મોટી GIDC આવેલ છે જે GIDC મા વાગરા તાલુકા ના કડોદરા ગામ નજીક કડોદરા ગામ પંચાયત ની હદ મા બેસ્ટવેલ્યુ કંપની આવેલ છે. - At This Time

ભરૂચ જિલ્લા ના દહેજ વિસ્તાર મા ખુબજ મોટી GIDC આવેલ છે જે GIDC મા વાગરા તાલુકા ના કડોદરા ગામ નજીક કડોદરા ગામ પંચાયત ની હદ મા બેસ્ટવેલ્યુ કંપની આવેલ છે.


ભરૂચ જિલ્લા ના દહેજ વિસ્તાર મા ખુબજ મોટી GIDC આવેલ છે જે GIDC મા વાગરા તાલુકા ના કડોદરા ગામ નજીક કડોદરા ગામ પંચાયત ની હદ મા બેસ્ટવેલ્યુ કંપની આવેલ છે આ બેસ્ટવેલ્યુ કંપની અગાઉ પણ કંપની માંથી પાણી બહાર કાઢવા ના વિવાદ મા આવેલ હતી આજ રોજ બેસ્ટવેલ્યુ કંપની દ્વારા કંપની ની બહાર પાણી કાઢવામાં આવતું હતું જેથી કડોદરા ગામ ના જાગૃત નાગરિક દ્વારા કડોદરા ગામ ના સરપંચ ને જાન કરવામાં આવી હતી તાત્કાલીન ના ધોરણે જાગૃત નાગરિક ની વાત સાંભળી ને કડોદરા ગામ ના સરપંચ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અને બેસ્ટવેલ્યુ કંપની ના સાહેબ સાથે મુલાકાત કરી હતી સરપંચ દ્વારા બેસ્ટવેલ્યુ કંપની ના અધિકારી શ્રી સાથે વાતચિત કરતા બેસ્ટવેલ્યુ કંપની ના અધિકારી દ્વારા સરપંચ ને જણાવ્યુ હતું કે આ માનવ સર્જિત ભૂલ છે અને આ રીતે સરપંચ ને પણ ગોળ ગોળ વાત કરતા હતા અને બેસ્ટવેલ્યુ કંપની ના અધિકારી દ્વારા સરપંચ ને જણાવિ રહ્યા હતા કે અમારી કંપની દ્વારા આવું કોઈ પાણી બહાર કાઢવામાં આવતું નથી સરપંચ દ્વારા જણાવ્યુ હતું કે અગાઉ પણ તમે જે તમારી કંપની બેસ્ટવેલ્યુ કંપની માંથી પાણી કાઢવામાં આવ્યું હતું અને તેના પગલે પણ ગામ પંચાયત કડોદરા દ્વારા તમને નોટીશ આપવામાં આવી હતી.આજે તમારી કંપની દ્વારા ફરીથી આવું કૃત્ય કરવામાં આવ્યું છે તે ખરેખર ગેરવ્યાજબી છે. ત્યાર બાદ જાગૃત નાગરિક દ્વારા સરપંચ ને સાથે રાખીને બેસ્ટવેલ્યુ કંપની દ્વારા જ્યાંથી બેસ્ટવેલ્યુ કંપની દ્વારા કાસમાં કંપની ના પાણી નો નિકાલ કરવામાં આવે છે તે સ્થળ પર લઈ જઈને સરપંચ ને બતાવ્યું ત્યારે સરપંચ દ્વારા તાત્કાલિક ના ધોરણે ગામ પંચાયત ના લેટર પેડ ઉપર બેસ્ટવેલ્યુ કંપની ને બીજી વાર એટલે કે ફરીવાર બેસ્ટવેલ્યુ કંપની માંથી જે પાણી કાઢવામાં આવે છે તે પાણી કાસમાં કાઢવામાં ના આવે અને કંપની દ્વારા જે કાયદાનું ઉલ્લંઘ કરવામાં આવેછે તે અંગે સરપંચ દ્વારા બેસ્ટવેલ્યુ કંપની ને ફરી નોટીશ આપવામાં આવી છે.અને સરપંચ દ્વારા નોટિસ મા સ્પષ્ટ પણે જણાવ્યુ છે કે દિન 3 મા આ પાણી બંધ કરવામાં આવે અને જે બેસ્ટવેલ્યુ કંપની દ્વારા કુંડી બનાવવામાં આવી છે તેપણ દિન 3મા કાઢી નાખવામાં આવે નહિ તો ગામ પંચાયત કડોદરા દ્વારા બેસ્ટવેલ્યુ કંપની સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે તેમ નોટીશ મા જણાવ્યુ છે હાલ તો બેસ્ટવેલ્યુ કંપની દ્વારા જે પાણી બહાર કાઢવામાં આવે છે તેની જાન પણ ભરૂચ GPCB ના સાહેબશ્રી વઘામસિંહ સાહેબને આ બાબતની ટેલિફોનિક જાન કરવામાં આવી છે અને વઘામસિંહ સાહેબ ના કહેવા અનુસાર જાગૃત નાગરિક દ્વારા તેમના વોટ્સઅપ મા વિડિઓ પણ મોકલી આપવામાં આવ્યો છે. હવે મિત્રો જોવું એ રહ્યું કે બેસ્ટવેલ્યુ કંપની દ્વારા કંપની બહાર કાઢવામાં આવી રહેલ પાણી કેમિકલ વારુ છે કે કેવું છે તેતો GPCB ના રિપોર્ટ બાદજ જોવું રહ્યું અને બેસ્ટવેલ્યુ કંપની માંથી કાઢવામાં આવી રહેલ પાણી જો GPCB ના રિપોર્ટ અનુસાર કેમિકલ વારુ હોઈ તો ભરૂચ GPCB દ્વારા શુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. અને કાયદાકીય રીતે કંપની માંથી પાણી બહાર કાઢી શકાય કે નહિ તેતો GPCB ના અધિકારી સ્થળ ની મુલાકાત લીધા બાદ GPCB ભરૂચ ના અંદર મા આવે છે કે કેમ કાટો પછી GPCB ના સ્થળ ની મુલાકાત લીધા બાદ લાગતા વળગતા અધિકારી ઓ ને જાન કરેછે કે કેમ અને આ બેસ્ટવેલ્યુ કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે.

રિપોર્ટર સૈયદ શેર અલી


9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.