જુના કટારીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આયુષ્યમાન આરોગ્ય મંદિર લાકડીયા 1,2,3 ના વિસ્તારની શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલમાં એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નું આયોજન કરવા માં આવ્યું. - At This Time

જુના કટારીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આયુષ્યમાન આરોગ્ય મંદિર લાકડીયા 1,2,3 ના વિસ્તારની શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલમાં એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નું આયોજન કરવા માં આવ્યું.


આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સર તેમજ પી.એચ.સી જુના કટારીયા મેડિકલ ઓફિસર ડો. રવિ સાહેબ ના માર્ગદર્શન હેઠળ શ્રી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ લાકડીયા મા એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પી.એચ.સી ના સુપરવાઇઝર વિપુલભાઈ વાઘેલા મંજુબેન ગરવા,એડ઼ોલેસન્ટ કાઉન્સિલર કિરેન પાતર, સી.એચ. ઓ. ચાંદનીબેન ચૌહાણ,એ.એન.એમ. તરુણાબેન,ખુશાલીબેન એમ.પી.એચ.ડબલ્યુ ચેતનભાઇ,ઇશ્વરભાઇ, રાજુભાઈ તેમજ શાળાના તમામ સ્ટાફ ગણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને પોષણ સમ ખોરાક સ્વચ્છતા અને આરોગ્યક વિષયક કાળજી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમજ આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં ચિત્ર સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધા નુ આયોજન કરવા મા આવ્યુ હતું,અને પ્રથમ,દ્વિતીય,તૃતીય નંબર આવનાર વિદ્યાર્થી ને ફોલ્ડર ફાઇલ ,લંચ બોક્સ, ડોમ્સકિટ ,કંપાસ, એક્ઝામ પાઉચ, વોટરકલર, એક્ઝામ પેડ , અને ફુલ સ્કેપ બુક્સ,ઇનામ સ્વરૂપે આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ દરેક ભાગ લીધેલ વિદ્યાર્થીઓને આશ્વાસન ઈનામ રૂપે બોલપેન આપવામાં આવી હતી આ સ્પર્ધામાં કુલ 13 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના આચાર્યાશ્રી તેમજ સ્ટાફ ગણ અને આયુષ્યમાન આરોગ્ય મંદિર લાકડીયા 1,2,3ના તમામ સ્ટાફ એ સહયોગ આપ્યો હતો.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.