સાબરકાંઠા… હિંમતનગર ખાતે જિલ્લા પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક ચેરપર્સનશ્રી કું.કૌશલ્યા કુંવરબાની અધ્યક્ષતામાં યોજાઇ
*હિંમતનગર ખાતે જિલ્લા પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક ચેરપર્સનશ્રી
કું.કૌશલ્યા કુંવરબાની અધ્યક્ષતામાં યોજાઇ*
*************
*આરોગ્ય વિભાગ દ્વારા ઇડરની લક્ષ્મી વુમન્સ હોસ્પીટલમાં ગેરકાયદેસર ગર્ભલીંગ પરીક્ષણ સામે કરવામાં આવેલ કામગીરીને બીરદાવી*
*****
સાબરકાંઠા જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીના ચેરપર્સનશ્રી કું કૌશલ્યા કુંવરબાની અધ્યક્ષતા તેમજ મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી રાજ સુતરીયાની ઉપસ્થિતિમાં આરોગ્ય શાખા જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ચાર સોનોગ્રાફિ રજીસ્ટ્રેશન રીન્યુઅલની દરખાસ્તનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ચેરપર્સનશ્રી કુ કૌશલ્યા કુંવરબાએ છેલ્લા પાંચ માસના અથાગ પ્રયાસોના પરીણામે આરોગ્ય વિભાગ દ્વારા ઇડરની લક્ષ્મી વુમન્સ હોસ્પીટલમાં ગેરકાયદેસર ગર્ભલીંગ પરીક્ષણ સામે કરવામાં આવેલ કામગીરીને બીરદાવી હતી. આ સાથે ગર્ભ પરીક્ષણ કરતા સોનોગ્રાફી લાયસન્સ ધારક ગાયનેક ડૉક્ટરો સામે લાલ આંખ કરી હતી. જિલ્લામાં જાતિપ્રમાણ વધે તે માટે પીસી એન્ડ પીએન ડીટી કમિટી થકી વધુ ને વધુ અવનવા પ્રયત્નો થાય તે ઉપર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે જિલ્લામાં જાતિ પ્રમાણ વધે તે માટે પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટી દ્વારા વધુમાં વધુ જાગૃતિ માટે પ્રયાસો થાય તે અપેક્ષિત છે.આ બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*****************
રિપોર્ટર. અલ્પેશ પટેલ.વડાલી
9409160651
આ પ્રકારના તમામ સમાચાર માટેે
