સુઈગામ-વાવ નેશનલ હાઇવે પર ઊડતી ધૂળની ડમરીઓથી વાહનચાલકો ત્રાહિમામ. - At This Time

સુઈગામ-વાવ નેશનલ હાઇવે પર ઊડતી ધૂળની ડમરીઓથી વાહનચાલકો ત્રાહિમામ.


સુઈગામ વાવ હાઇવે પર ઠેર ઠેર ખાડારાજએ સામ્રાજ્ય જમાવ્યું છે તેમજ હાઇવે પર ઊડતી ધૂળની ડમરીઓને કારણે સુઈગામ થી વાવ જતા તેમજ વાવ થરાદ બાજુથી સુઈગામ આવતા વાહન ચાલકો ખાડારાજ અને ઊડતી ધૂળની ડમરીઓને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે,આ હાઇવે પર ઊડતી ધૂળની ડમરીઓને કારણે બાઈક ચાલકો માટે તો મુસાફરી કરવી અતિ મુશ્કેલ બની છે, આ હાઇવે પર આમ તો છાસવારે નાના-મોટા અકસ્માતોના બનાવો બનતા હોય છે પણ તંત્ર કોઈ મોટો અકસ્માત બને પછી જ જાગશે કે શું? સુઈગામ વાવ હાઇવે એ નેશનલ હાઇવે ઓથોરિટી આવે છે નૅશનલ હાઈવે ઓથોરીટી થરાદ અંડરમાં આવતા મોટાભાગના હાઈવે રોડો પર ખાડારાજ અને ઊડતી ધૂળની ડમરીઓ જોવા મળે છે અને જયાં જ્યાં કામો ચાલુ છે તે મંદગતિએ કામો ચાલુ છે તેમજ થરાદ હાઇવે ઓથોરિટીના કેટલાક કામોમાં તંત્રની મીઠી નજર હેઠળ મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે અને હલકી ગુણવત્તા વાળું કામ થઈ રહ્યું છે, તેવો આમજનતા અને વાહન ચાલકોના મુખેથી સુર સાંભળાઇ રહ્યો છે.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image