પવિત્ર ધનુર્માસ- શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંનજન દેવને હિમવર્ષાની ઝાંખી કરાઈ અને દાદાને 1100 કિલો ગોળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તારીખ 28-12-2024ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને શ્રી કષ્ટભંજનદેવ દાદાને હિમવર્ષાની ઝાંખી કરાવવામાં આવી હતી.આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી સવારે 9:00 કલાકે શ્રીકષ્ટભંનજનદેવ દાદાને 1100 કિલો ગોળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત સાળંગપુરધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.૧૬ -૧૨-૨૦૨૪ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ સુધી કરવામાં આવ્યું છે. યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે ૭ થી ૧૨ અને સાંજે : 3 થી ૬ કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી રહ્યા છે. હજારો ભક્તોએ આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
બોટાદ બ્યુરો :ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.