રાજકોટ જેલમાં ફરી દડો ફેંકાયો : તમાકુ, સોપારી, ચુનાની ટોટી મળી : ગુનો દાખલ - At This Time

રાજકોટ જેલમાં ફરી દડો ફેંકાયો : તમાકુ, સોપારી, ચુનાની ટોટી મળી : ગુનો દાખલ


રાજકોટ જેલમાં ફરી સેલોટેપ વીંટલો દડો ફેંકાયો હતો. જે દડામાંથી તમાકુ, સોપારી, ચુનાની ટોટી મળી હતી. જે અંગે પ્રદ્યુમનનગર પોલીસ મથકે ગુનો દાખલ થયો છે.
ફરિયાદમાં રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ઇન્ચાર્જ જેલર અશોકસિંહ જે. રાઠોડએ જણાવ્યું કે, તા.2/6/2024ના રોજ મારી ફરજ ડ્યુટી જેલર તરીકે હતી.
દરમિયાન સવારનાના આશરે 7.15 વાગ્યે, જેલના જનરલ સુબેદાર ધર્મેશભાઈ ડાભીએ રૂબરૂ આવી મને જાણ કરેલ કે, નવી જેલ - 1 વિભાગની મુખ્ય દીવાલના બહારના ભાગ તરફથી યાર્ડને - 6 ના ફાટક આગળ કોઇ અજાણ્યા શખ્સ દ્વારા જેલની અંદર સેલોટેપથી વિંટાળીને દડો બનાવી કોઈ ચીજવસ્તુઓનો ઘા કરેલ છે. જેથી મેં જેલ પર આવતા આ બાબતેની હકિકત જાણતા ઉક્ત વિગતે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા જેલની અંદર સેલોટેપથી વિંટાળીને દડો બનાવી ઘા કરેલ હોવાનુ માલુમ પડેલ.
આ દડો ખોલતા તેમાંથી જેલ પ્રતિબંધિત આશરે 10 નંગ જેટલી છુટક તમાકુ તથા એક નંગ બુધ્ધાલાલ પડીકી, 4 - નંગ સુગંધીત મિશ્રિત તમાકુ - સોપારી, 2 નંગ ચુનાની ટોટી મળી આવેલ હતી. ઇન્ચાર્જ જેલર અશોકસિંહ રાઠોડએ વધુમાં જણાવ્યું કે, ઉપરોકત વિગતે મળી આવેલ જેલ પ્રતિબંધીત ચિજવસ્તુઓ બાબતે ક્યાં શખ્સ દ્વારા જેલની અંદર આ અનઅધિકૃત જેલ પ્રતિબંધીત ચિજવસ્તુઓ ફેકવામાં આવેલ છે. તે બાબતે વિગતવાર તપાસ થવી જરૂરી હોય જેથી પ્રદ્યુમનનગર પોલીસમાં ફરિયાદ આપી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રાજકોટ જેલમાં સેલોટેપ વીંટેલ દડામાંથી મોબાઈલ, સીમકાર્ડ જેવું વસ્તુઓ પણ મળી હતી. હવે હાલના બનાવમાં પ્રદ્યુમનનગર પોલીસે સીસીટીવી ચકાસી આગળની તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.