સયાજીમાં કોરોના પોઝિટિવ વૃદ્ધા આઇસોલેશન વોર્ડમાં દાખલ . - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/39rxblzmczkrix6z/" left="-10"]

સયાજીમાં કોરોના પોઝિટિવ વૃદ્ધા આઇસોલેશન વોર્ડમાં દાખલ .


કોવિડ હોસ્પિટલ એસ.એસ. જી . હોસ્પિટલ વડોદરા શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે . ચોવીસ કલાક દરમિયાન કોરોનાના નવા છ કેસ નોંધાયા છે . ખાનગી હોસ્પિટલમાં દાખલ કોરોના પોઝિટિવ વૃદ્ધાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે . શહેરી વિસ્તારમાંથી કોર્પોરેશનની ટીમ દ્વારા કુલ ૨૭૦ લોકોના સેમ્પલ કોરોના ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યા હતા . જે પૈકી રામદેવનગર , હરણી , સમા , ભાયલી અને સુભાનપુરા વિસ્તારમાં રહેતા છ વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે . સુભાનપુરા વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષના વૃદ્ધાને સારવાર માટે મોડી સાંજે સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે . તેઓ ઓક્સિજનના સપોર્ટ પર છે . શહેરમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા ૩૧ છે . જે પૈકી ત્રણ દર્દીઓ ઓક્સિજનના સપોર્ટ પર હોસ્પિટલમાં દાખલ છે . જ્યારે ૨૮ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે .
9664500152


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]