ઈન્દોર ખાતે યોજાનારાપેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૨-૨૩ માં ભાવનગર ના વિકલાંગ ભાઇઓ બહેનો ઉત્સાહ સાથે ભાગ લેશે

પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૨-૨૩ આયોજક ટી.ટી.એફ.આઈ પેરા ટેબલ ટેનિસ પરોમસન એસોસીએશન સાથે મધ્ય પ્રદેશ ટેબલ ટેનિસ એસોસીએશન પેરા આયોજન અભય પ્રસાદ સ્ટેડીયમ ઇન્દોર મધ્ય પ્રદેશ ખાતે ૧૪ થી ૧૭ માર્ચ ૨૦૨૩ સુધી યોજાશે. તેમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી ૧ થી ૧૦ કેટગરી ધરાવતા ઓર્થોપેડિક વિકલાંગ ભાઈઓ તથા બહેનો ભાગ લેશે.
ભાવનગરમાંથી આ ટુનામેન્ટમેન્ટમાં સતત બે વર્ષ બ્રોન્ઝ મેડલ વિજેતા સરલા એમ. સોલંકી સાથે પાર્થ યુવા મંડળ ના ટ્રસ્ટી, વિકલાંગ ક્રાંતિ સંગઠન ભાવનગરના પ્રમુખ મનસુખ સોલંકી, જીગર ચાંપાનેરી, ભાવના ચાંપાનેરી, પ્રકાશ ચાવડા, નીતા ચાવડા, સોનલ ડાભી વગેરે ભાગ લેવા જઈ રહ્યા છે. તેમને એક વર્ષથી માર્ગ દર્શન, વિના મુલ્યે કોચિંગ ભાર્ગવ ડાભી આપી રહ્યા છે, પાર્થ યુવા મંડળ ભાવનગર તરફથી ટેબલ ટેનિસ રમવા માટે ટેબલ આપેલ છે, વિકલાંગ પરિવર્તન ટ્રસ્ટ બોટાદ છેલ્લા ચાર વર્ષ વિકલાંગોની રમત-ગમતમાં મદદ કરી રહ્યા છે. ટુનામેન્ટમાં પાર્ટીસિપેટ કરવા જવા તમામ ખેલાડીઓને વિકલાંગ પરિવર્તન ટ્રસ્ટ બોટાદ ટ્રસ્ટના પ્રમુખ પ્રવિણ રોજાસરા ઉપ.પરમુખ હિંમત સિહોરા તરફથી અભિનંદન પાઠવે છે. ઉતરોતર પ્રગતિ કરે ભાવનગર અને ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છા.

Report by
Ashraf jangad
9998708844

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »