માનવ સેવા એજ માધવ સેવા અમરેલી જિલ્લા લઘુમતી મોરચા અને સમસ્ત મુસ્લિમ સમાજ પ્રેરિત ડેરૈયા પરિવાર આયોજિત સર્વરોગ નિદાન કેમ્પ એવમ રક્તદાન કેમ્પ અને સન્માન સમારોહ ભવ્ય રીતે સંપન્ન “મારુ જીવન પુરા સમાજ ની સંપત્તિ છે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી સમાજ માટે કામ કરતો રહીશ જીવન એટલે વિરાટ મસાલા છે પુરી ભવ્યતા થી જલાવતો રહીશ ઇકબાલ ડેરૈયા” “લોકો ની સેવા એ દુનિયા માં આપણા અસ્તિવત્વ નું ભાડું છે સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા” - At This Time

માનવ સેવા એજ માધવ સેવા અમરેલી જિલ્લા લઘુમતી મોરચા અને સમસ્ત મુસ્લિમ સમાજ પ્રેરિત ડેરૈયા પરિવાર આયોજિત સર્વરોગ નિદાન કેમ્પ એવમ રક્તદાન કેમ્પ અને સન્માન સમારોહ ભવ્ય રીતે સંપન્ન “મારુ જીવન પુરા સમાજ ની સંપત્તિ છે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી સમાજ માટે કામ કરતો રહીશ જીવન એટલે વિરાટ મસાલા છે પુરી ભવ્યતા થી જલાવતો રહીશ ઇકબાલ ડેરૈયા” “લોકો ની સેવા એ દુનિયા માં આપણા અસ્તિવત્વ નું ભાડું છે સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા”


માનવ સેવા એજ માધવ સેવા

અમરેલી જિલ્લા લઘુમતી મોરચા અને સમસ્ત મુસ્લિમ સમાજ પ્રેરિત ડેરૈયા પરિવાર આયોજિત સર્વરોગ નિદાન કેમ્પ એવમ રક્તદાન કેમ્પ અને સન્માન સમારોહ ભવ્ય રીતે સંપન્ન

"મારુ જીવન પુરા સમાજ ની સંપત્તિ છે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી સમાજ માટે કામ કરતો રહીશ જીવન એટલે વિરાટ મસાલ છે પુરી ભવ્યતા થી જલાવતો રહીશ ઇકબાલ ડેરૈયા"

"લોકો ની સેવા એ દુનિયા માં આપણા અસ્તિવત્વ નું ભાડું છે સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા"

દામનગર અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી લધુમતી મોરચો અને સમસ્ત મુસ્લીમ સમાજ દામનગર પ્રેરિત ઇકબાલભાઈ ડેરૈયા પરિવાર આયોજિત સર્વરોગ નિદાન એવમ રક્તદાન કેમ્પ સાથે સન્માન સમારોહ પટેલવાડી ખાતે યોજાયો દામનગર ડેરૈયા પરિવાર આયોજીત વિનામૂલ્યે મેડીકલ કેમ્પ અને બ્લડ ડોનેશન અને મહાનૂભાવોનું સન્માન સમારોહ નો ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા અને સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા સહિત ના અગ્રણી ઓએ રીબીન કાપી પ્રારંભ કર્યો હતો સર્વરોગ નિદાન કેમ્પ માં એક ડઝન થી વધુ ખ્યાતનામ નિષ્ણાંત તબીબો એ સેવા આપી હતી હજારો દર્દી નારાયણો ને ઘેર બેઠા ઉત્તમ નિદાન નો લાભ મળ્યો કોમી એકતા નું ઉત્તમ ઉદરણ સામાજિક સંવાદિતા પ્રગટાવતા આ કેમ્પ માં અઢારે આલમ ની ઉપસ્થિતિ થી ધારાસભ્ય એ ખુશી વ્યક્ત કરી હતી મેડિકલ કેમ્પ માં વિવિધ રોગો ના તબીબો શ્રી ડો.કેતન ગોસાઈ (સ્ત્રી રોગ નિષ્ણાંત રાજકોટ) ડો.ઉષા કે.ગોસાઇ (સ્ત્રી રોગ નિષ્ણાંત રાજકોટ) ડો.મેહુલ એમ.ગોસાઇ (બાળરોગ નિષ્ણાંત ભાવનગર) ડો.હરેશ્વરી એમ.ગોસાઇ (ઓર્થો.ડેન્ટીસ્ટ ભાવનગર) ડો.હિનલ આર.પટેલ (બાળરોગ નિષ્ણાંત-ભાવનગર) ડો.પિયુષભાઇ ગોસાઇ (સ્ત્રી રોગ નિષ્ણાંત-અમરેલી) ડો.પ્રતિક પ્રજાપતિ (હાડકાના નિષ્ણાંત અમરેલી) ડો.મનાલી મહેતા (દાંતના નિષ્ણાંત ભાવનગર) ડો.ઝાકીર મેમણ (દાંતના નિષ્ણાંત બોડેલી) ડો.એલિઝા મેમણ (દાંતના નિષ્ણાંત બોડેલી) ડો.પ્રહલાદ વઘાસીયા (સ્કીન નિષ્ણાંત ભાવનગર) ડો.નિરાલી ગોસ્વામી (ઇ.એન.ટી.નિષ્ણાંત વડોદરા) ડો.પ્રદિપ બારૈયા (ફિઝીશ્યન અમરેલી) ડો.સિધ્ધાર્થ ગોસાઇ (આંખના નિષ્ણાંત સિહોર)
ડો.ભાર્ગવ શિંગાળા (જનરલ સર્જન અમરેલી)
ડો.ગુંજન ઘેલાણી (હાડકાના નિષ્ણાંત અમરેલી) ડો.નીતા પરમાર (હોમિયોપેથી ભાવનગર)
ડો.તૌકીર જી.કાસમાણી (હોમિયોપેથી ભાવનગર)
ડો.મૈત્રી વઘાસીયા (હોમિયોપેથી ભાવનગર)
ડો.મેહુલ સોલંકી (ફિઝીયોથેરાપીસ્ટ દામનગર)
ડો.સોહીલ અગરીયા (વાઇટલ ચેકઅપ જાલોદ)
જયસુખભાઇ રાવલદેવ (હાડવૈદ દામનગર) સહિત ના તબીબો એ એકડેઠઠ ઓપીડી માં બોપર ના ૧-૩૦ કલાક સુધી અવિરત સેવા આપી દર્દી દેવો ભવ ને ચરિતાર્થ કર્યો હતો અનેકો મહાનુભવો શ્રી જનકભાઈ તળાવીયા ભગવાનભાઈ નારોલા હરજીભાઈ નારોલા રામભાઈ સાનેપરા મયુરભાઈ હિરપરા ડો આર એન વાઢેર માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા બાબુભાઈ મકવાણા નિકુલભાઈ રાવળ સંજયભાઈ તન્ના સહિત અનેક વિધ સેવા પ્રવૃત્તિ કરતા અસંખ્ય નામી અનામી અગ્રણી ઓનું વિશિષ્ટ સન્માન કરાયું હતું રક્તદાન કેમ્પ માં યુવાનો એ લાઈનો લગાવી ઉત્સાહ ભેર ભાગ લીધો હતો દામનગર શહેરી સહિત અનેકો ગ્રામ્ય વિસ્તારો ના હજારો દર્દી નારાયણો ને વિના મૂલ્યે તપાસ અને જરૂરી દવા સ્થળ ઉપર જ ઉપલબ્ધ કરાવાય હતી આ સેવાયજ્ઞ માં અનેકો સાધુ સંતો મૌલવી સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક સંસ્થા ઓના અગ્રણી ની ઉપસ્થિતિ જોવા મળી સ્વંયમ સેવકો એ ખડેપગે સેવા આપી સેવાયજ્ઞ ને ભવ્ય સફળતા અપાવી હતી સેવાયજ્ઞ માં વિશાળ માનવ મેદની વચ્ચે આયોજક ઇકબાલભાઈ ડેરૈયા એ દામનગર શહેર ની સામાજિક સંવાદિતા એકયતા થી ખૂબ ખુશી વ્યક્ત કરી દરેક પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.