ગઢડા ATMમાં ચોરીકાંડના આરોપી ઝડપાયા
ગઢડા એસ.બી.આઇ. એ.ટી.એમ. માંથી રૂપિયા ૩૬,૦૦,૦૦૦/- ની ચોરીનો ભેદ ઉકેલી તમામ મુદ્દામાલ રીકવર કરી ગઢડા પો.સ્ટે. નો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટર કરતી બોટાદ જીલ્લા પોલીસ
ભારતીય સ્ટેટ બેંક ગઢડા મેઈન બ્રાંચના S1BW060019001 આઇ.ડી. નંબરના એ.ટી.એમ. મશીન વાળી દુકાનના શટરનુ તાળુ તોડી દુકાનમાં પ્રવેશ કરી એ.ટી.એમ. મશીનના નીચેના ભાગે ગેસકટર જેવા મશીનથી અઢી ફુટ જેટલુ જાડુ મેટલ(પતરૂ) કાપી નાખી મશીનનુ લોકર તોડી તેમાં રહેલ રોકડા રૂા.૩૬,૬૬,૫૦૦/- તથા ચલણી નોટો મુકવાની કેસેટ નંગ-03 આશરે કિં.રૂા.૬૦,૦૦૦/- તથા મશીનની બાજુના કેબિનમાં રહેલ સી.સી.ટી.વી. કેમેરાનુ ડીવીઆર બોક્સ આશરે કિ.રૂા.૨૬,૦૦૦/- મળી કુલ કિં.રૂા.૩૭,૫૨,૫૦૦/- ની ચોરી કરી લઇ ગયા બાબતની ફરીયાદ જાહેર થયેલ જે ગુન્હાની ગંભીરતાને લઇ બોટાદ જીલ્લા પોલીસ વડા કે.એફ.બળોલીયા સાહેબ નાઓની સુચના હેઠળ બોટાદ એલ.સી.બીના પોલીસ ઇન્સપેક્ટર ટી.એસ.રીઝવી તથા બોટાદ એલ.સી.બી સ્ટાફ તથા ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.જી.જાડેજા તથા ગઢડા પોલીસ સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુન્હો ડીટેક્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ જેમાં જરૂરી હ્યુમન સોર્સ તથા ટેક્નીકલ સોર્સની મદદ લેવામાં આવેલ અને તપાસ તજવીજ દરમ્યાન પ્રથમ થી જ શંકાના દાયરામાં રહેલ સદરહુ એ.ટી.એમ.ના સીક્યુરીટી ગાર્ડ નીરજ ઉર્ફે ભાણો અરજણભાઇ ચાવડાની વિગતવારની પુછપરછ કરતા પોતે ભાંગી પડેલ અને સદરહુ ગુન્હો પોતે તથા પોતાના ભાઇ સંજયભાઇ તથા મિત્રો ભાવેશભાઇ તથા રવિભાઇ નાઓ સાથે મળીને આચરેલ હોવાની હકીકત જણાવતા ચારેય આરોપીઓને હસ્તગત કરી તથા મુદ્દામાલ રિકવરી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.