સામતપર પ્રાથમિક શાળાને જિલ્લા કક્ષાએ પસંદ કરતાની સાથે સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 2022 એવોર્ડ અર્પણ કરાયો. - At This Time

સામતપર પ્રાથમિક શાળાને જિલ્લા કક્ષાએ પસંદ કરતાની સાથે સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 2022 એવોર્ડ અર્પણ કરાયો.


સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના આજરોજ તા.૨-૭-૨૦૨૨,શનિવારના રોજ શ્રી સામતપર પ્રાથમિક શાળા સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર-2022 અંતર્ગત જિલ્લા કક્ષાએ પસંદ થતા સન્માનિત કરવામાં આવી... આ શાળા સીસીટીવી કેમેરા થી સજ્જ, તંદુરસ્તી ખોરાક, વૃક્ષો ઉછેર, તેમજ રમત ગમતના સાધનોથી ભરપૂર છે. જેમાં રામભાઈ ઠાકર સાહેબ તથા તેમની ટીમનુ ખૂબ જ યોગદાન રહેલું છે. જેમાં સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર-2022 જિલ્લા કક્ષાના સન્માન સમારોહની અંદર સુરેન્દ્રનગરના કલેકટર શ્રી સંપટસાહેબ,જિલ્લા સુવિધા લઈ વિકાસ અધિકારી શ્રી મકવાણાસાહેબ,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મીતાબેન ગઢવી તથા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના વરદ હસ્તે વધુ એક સન્માન ગામડા ગામની સરકારી પ્રાથમિક શાળાને મળતા ખૂબ ખૂબ રાજીપો...આ એવોર્ડ શાળાના તમામ બાળકો અને શાળાના શિક્ષકપરિવારને અર્પણ કરતાં સામતપર પ્રાથમિક શાળાના શિક્ષકોએ તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર.. જેસીંગભાઇ સારોલા
9687005156
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon