અસમાજીક તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરતી અમરેલી જિલ્લા પોલીસ - At This Time

અસમાજીક તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરતી અમરેલી જિલ્લા પોલીસ


યોગેશ કાનાબાર રાજુલા

અસમાજીક તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરતી અમરેલી જિલ્લા પોલીસ

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કગુડા કાર્યવાહી થાય. જે અન્વયે ૧૦૦ કલાકની અંદર ગુજરાત રાજયના દરેક પોલીસ સ્ટ્રેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા અને આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદાયકીય પગલા લેવા સુચના આપવામાં આવેલ હોય, જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં અસામાજીક પ્રવૃતિ કરતા અસમાજીક તત્વોની યાદી તૈયાર કરી, પગલા લેવા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જિલ્લાના પોલીસ સ્ટ્રેશન વિસ્તારમાં દારૂ/જુગાર, શરીર સબંધી, મિલકત સબંધી, ગેરકાયદેસર માઇનીંગ તેમજ અન્ય વારંવાર ગુનાઓ કરતા કુલ ૧૧૩ ઇસમોની યાદી તૈયાર કરવામાં આવેલ હોય અને આ ઇસમોના ગેરકાયદેસર બાંધકામ તથા સરકારી જમીન ઉપર દબાણ તથા ગેરકાયદેસર વીજ જોડાણ તથા ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર તથા અગાઉના ગુનાઓમાં મળેલ જામીન બાદ આચરેલ ગુનાઓ મળ્યેથી જામીન રદ્દની કાર્યવાહી તથા ભાડુઆત અંગેના રજીસ્ટ્રેશન ન કરેલ તો કાયદેસરની કાર્યવાહી તેમજ પાસા અને તડીયાર અંગેના પગલા લેવા અમરેલી જિલ્લ । પોલીસને સુચના આપવામાં આવેલ.

જે અન્વયે નાગેશ્રી પોલીસ સ્ટ્રેશન વિસ્તારમાં રહેતા અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ નાગેશ્રી પોલીસ તથા પી.જી.વી.સી.એલ. પોલીસ સ્ટ્રેશન અમરેલી ટીમ અને પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓને સાથે રાખી નીચે જણાવેલ ઇસમોના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર વીજ જોડાણ અંગે તપાસ કરતા, ગેરકાયદેસર વીજ જોડાણ મળતા તેના વિરુધ્ધ ગુજરાત ઇલેકટ્રીકસીટી એકટ કલમ ૧૩૫ મુજબ ગુનાઓ દાખલ કરાવવામાં આવેલ છે.

કાર્યવાહી કરેલ ઇસમોની વિગતઃ-

(૧) લાખાભાઇ દાનાભાઇ પરમાર, રહે.ધોળાદ્રી, તા.જાફરાબાદ, જિ.અમરેલી.

(૨) પ્રેમજીભાઇ ઉર્ફે પ્રવિણભાઇ સોમાભાઇ જોગદીયા, રહે. મોટા માણસા, તા. જાફરાબાદ, જિ.અમરેલી.

(૩) અબ્બાસભાઇ અબુભાઇ સોરા, રહે.ટીંબી, તા.જાફરાબાદ, જિ.અમરેલી.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી વલય વૈદ્ય તથા નાગેશ્રી પો. સ્ટ્રે.ના પો.સબ ઇન્સ.શ્રી પી.બી.ચાવડા તથા નાગેશ્રી પોલીસ સ્ટ્રેશન ટીમ દ્વારા કરવામાં આવેલ છે.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image