ચોરી થયેલ મોબાઈલ ફોન અન્ય મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી પાલડી પોલીસ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3529qjdqo2odcq43/" left="-10"]

ચોરી થયેલ મોબાઈલ ફોન અન્ય મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી પાલડી પોલીસ.


મે.પોલીસ કમિશ્નર સાહેબ શ્રી અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા મે.સંયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર-૧ સાહેબ શ્રી તથા નાયબ પો.કમિ.શ્રી ઝોન-૭ તથા મદદનીશ પોલીસ કમીશ્નરશ્રી એન ડીવીઝનના ઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમા મિલ્કત સંબધી ગુનાઓ અટકાવવા તથા શોધવા કરેલ હુકમ આધારે પાલડી પોલીસ સ્ટેશન પો.ઇન્સ.શ્રીમતી રિદ્વિ દવે સાહેબ ના સુપરવિઝન હેઠળ પાલડી પોલીસ સ્ટેશન મ.સ.ઇ.શ્રી કેસાભાઈ મણાભાઈ તથા સ્ટાફના માણસો પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા...

તે દરમ્યાન અનાર્મ લોકરક્ષક પ્રવિણસિંહ ભુરાજી બ.નં-૧૩૨૭૨ નાઓની ચોક્ક્સ બાતમી હકીકત આધારે પાલડી પોલીસ સ્ટેશન પાર્ટ A - ગુ.ર.નં-૧૧૧૯૧૦૧૬૨૨-૦૨૩૮/૨૦ ૨૨ ધી ઈપીકો કલમ ૩૭૯,૧૧૪ મુજબનો ગુનો આચરનાર આરોપી ઓ (૧) મુકેશ સોનાજી ખટીક ઉવ.૨૬ રહે-૧૫૮ ગલી નં.૯ સોરાઇનગર વાસણા અમદાવાદ શહેર (૨) સુરેશ બનવારીલાલ રાજપુત ઉવ.૨૨ રહે-શ્રીનગર એક્તા સ્કૂલની પાછળ વાસણા અમદાવાદ શહેરના ઓને પાલડી ભઠ્ઠા ચાર રસ્તા બ્રીજ નીચે બાતમી હકિત આધારે તા.૦૪/૦૭/૨૦૨૨ રાત્રીના કલાક ૨૦/૦૫ વાગે આ કામે ચોરી ગયેલ મુદ્દામાલના મોબાઈલ ફોન - રેડમી કંપનીનો મોબાઇલ ફોન કિં. રૂ.૮૦૦૦/- તથા ચોરીમાં વાપરેલ બજાજ પલ્સર મો.સા.નં. . GJ-01-LV-2239 ની કિમત રૂ.૩૫૦૦૦/- ના મુદ્દામાલ સાથે કુલ રૂપિયા ૪૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે,

આ ગુના બાબતે આગળની તપાસ મસઈ કેસાભાઈ મણાભાઈ બનં-૭૫૯૩ નાઓ ચલાવી રહેલ છે.

કામગીરી કરનાર ટીમ:-

(૧) મ.સ.ઇ.શ્રી કેસાભાઈ મણાભાઈ નોકરી “બી” બીટ ચોકી.

(૨) અ.હે.કો. ગંગેવદાન રાજસિંહ નોકરી ઈન્વે.

(૩) લોકરક્ષક પ્રવિણસિંહ ભુરાજી નોકરી ઈન્વે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]