Dahod/માં બહુચર્ચિત નકલી NA કેસમાં જવાબદાર લોકો સામે નોંધાઈ શકે છે ફરિયાદ**
**Dahod/માં બહુચર્ચિત નકલી NA કેસમાં જવાબદાર લોકો સામે નોંધાઈ શકે છે ફરિયાદ**
**સાત વિભાગોનો નોટિસ અપાઈ**
DAHOD નકલી કચેરી કે ખોટા NA જ નહીં, તેથી પણ વધુ મોટું કૌભાંડ સામે આવવાની તૈયારીમાં છે આ કૌભાંડ છે ગરીબ આદિવાસીઓની જમીન બચાવવા માટે ઘડાયેલા નિયમ 73AAનું. આદિવાસીની જગ્યા બિનઆદિવાસી પાસે જતી બચાવવા લૅન્ડ એક્ટ માટે જરૂરી મંજૂરી અને વિશેષ પ્રીમિયમ ભર્યાના ખોટા ડોક્યુમેન્ટ બનાવી કરોડોની જમીનો ભૂમાફિયાઓને સગેવગે
દાહોદમાં બહુચર્ચિત નકલી NA કેસમાં નોટિસ આપવામાં આવી છે,સાત અલગ-અલગ વિભાગોને આ નોટિસ આપવામાં આવી છે.પોલીસનું કહેવું છે કે જવાબદાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવશે,આ કેસમાં 179 જેટલા નકલી NA હુકમ બનાવાયા હતા જેને લઈ ભૂમિકા ભજવનારા સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે ગૃહના અધિક સચિવ, મહેસૂલ વિભાગને લેખિતમાં જાણ કરાઈ છે.સાથે સાથે જમીન સુધારણા કમિશનરને લેખિતમાં જાણ કરાઈ છે.
**મોટુ જમીન કૌંભાડ**
દરમિયાન અંદાજે ૧૭૯ સર્વે નંબરોમાં અનેક ગેરરીતિઓ થઇ હોવાનું બહાર આવ્યું હતું. જેનો રિપોર્ટ કલેકટરને કર્યો હતો. આ રિપોર્ટની ખરાઈ અને તપાસ પૂર્ણ થતા ઉક્ત કચેરીઓમાં ખોટા હુકમોને સાચા તરીકે ઉપયોગ કરી નોંધો દાખલ કરી હોવાનું તેમજ પ્રોપર્ટી કાર્ડ પણ બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ બાબત ગુનાઇત હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું. જિલ્લા કલેકટરે જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી દાહોદ, એસએલઆર, ડીઆઇએલઆર, દાહોદ સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ,ચીટનીશ ટુ કલેક્ટર, થતા દાહોદ-તાલુકા વિકાસ અધિકારીને તેઓની કચેરીના નામનો ઉપયોગ કરીને જે સંદીગ્ઘ હુકમો થયા છે.
**નકલી હુકમો બનાવનાર આરોપીને 9 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા**
નકલી હુકમો બનાવનાર આરોપીને 9 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જેમાં દાહોદના બિલ્ડર શૈશવ પરીખને કોર્ટમાં રજૂ કરાયો હતો. તેમાં પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપી શૈશવ પરીખના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ખેતીલાયક જમીનોના નકલી હુકમો બનાવ્યા હતા. જેમાં સરકારને કરોડોનો ચૂનો આરોપીએ લગાવ્યો હતો. આરોપીની ઓફિસ અને ઘરેથી મહત્વના દસ્તાવેજ મળ્યા છે. જેમાં દાહોદ જિલ્લામા નકલીના બોલબાલા જોવા મળ્યા છે.
**પોલીસને 2 દિવસમાં 5 ફરિયાદ મળી**
દાહોદ પોલીસનું કહેવું છે કે અમે લોકોને અનુરોધ કર્યો હોય કે તેમના ધ્યાને આવાં કોઈ કૌભાંડ હોય તો અમને જાણ કરજો. જેના પગલે બે દિવસમાં પાંચેક અરજીઓ પોલીસને મળી છે. જેમાં સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાડ્યો હોય તેવી બોગસ દસ્તાવેજની 73AA વાળી અરજીઓ પણ છે. જમીનો પર સોસાયટી બની ગઈ અને લોકો રહેવા પણ આવી ગયા છે
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.