પવિત્ર શ્રાવણ માસમાં ઈસનપુર વિસ્તારમાં સિદ્ધેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં મહિલાઓ માટે આરોગ્યલક્ષી નિઃશુલ્ક સેવાકીય કાર્યક્રમ.
આજ તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત શાખા અને ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ. બેંક લી ના સંયુક્ત ઉપક્રમે ઈસનપુર સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં સવારે ૯ : ૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુંધી મહિલાઓ માટે આરોગ્યલક્ષી નિઃશુલ્ક ટેસ્ટ નું આયોજન કરાયું,
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મા.કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબની પ્રેરણાથી ગુજરાતની સૌ જનતાની સુખાકારી જીવન અર્થે હંમેશા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રયત્નશીલ રહેતા હોય છે,
ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ. બેંક લી. ધ્વારા સમાજમાં સૌથી વધુ મહિલાઓ ને પડતી આરોગયલક્ષી સમસ્યા અંગે જાગૃતિ કેળવવા અને પ્રશિક્ષણ આપવા માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત, શાખા અને ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ. બેંક લી. નાં સંયુક્ત ઉપક્રમે ૧૮ વર્ષ થી ઉપરની મહિલાઓ માટે પ્રાથમિક જરૂરી પેથોલોજિકલ લેબોરેટરી ના નિઃશુલ્ક CBC સહિત અન્ય ટેસ્ટ કરાવવાનું તેમજ આરોગ્યલક્ષી જાગૃતિ કેળવવા અને પ્રશિક્ષણ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું,
સી.બી.સી. (C.B.C.) ટેસ્ટ કરાવવા નાં ફાયદા
હિમોગ્લોબિન (H B ) : હિમોગ્લોબિન ટેસ્ટ નાં આધારે એનીમિયા કે જે ભારતીય સ્ત્રીઓમાં ખૂબ જસામાન્ય હોય છે તો રિપોર્ટ બાદ તેનું પણ નિદાન સમયસર થઈ શકે,
વ્હાઇટ બ્લડ સેલ (WBC ) આ ટેસ્ટ નાં આધારે શરીરમાં કોઈ જગ્યાએ ઇન્ફેક્શન હોય તો તે પકડાઈ જાય છે અને તેની જાણ રિપોર્ટ બાદ સમયસર સારવાર થઈ શકે,
એમ.સી.વી. (MCV ) આ ટેસ્ટના આધારે અન્ય પ્રકાર નાં એનીમિયા તપાસ બાદ નિદાન થાય છે તેમજ થેલિસીમિયા માયનર પણ પકડાય છે,
એમ.સી.એચ.(MCH ) જો આનું પ્રમાણ ઓછું હોય તો પણ થેલિસીમિયા માયનર ટેસ્ટ કરાવવાની ભલામણ કરાવવામાં આવે છે,
પ્લેટલેટ્સ : જો શરીરમાં પ્લેટલેટ્સનું પ્રમાણ ઘટી ગયું હોય તો લોહી ગાંઠવવાનાં અન્ય ફેક્ટરો ની ઉણપ અથવા તો ડેન્ગ્યુ ની શક્યતા હોય શકે તો તેની પણ તપાસ અને રિપોર્ટ બાદ સમયસર નિદાન થઈ શકે છે,
પવિત્ર શ્રાવણ માસમાં ઈસનપુર વિસ્તારમાં સિદ્ધેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં આ સેવાકીય કાર્યક્રમનો લાભ મહત્તમ બહેનો ને મળે એ હેતુથી ઈસનપુર અને મણીનગર વિસ્તાર સહિત શ્રી શક્તિ ગ્રુપના કાર્યકરો સૌ કોઈ એ સહકાર આપ્યો હતો અને ૮૦ થી વધારે મહિલાઓ એ રિપોર્ટ કરાવી આ નિઃશુલ્ક સેવાકાર્ય ને સફળ બનાવ્યો હતો.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.