શિહોર નગરપાલિકાના સ્ટીટ લાઈટ વિભાગની ગાડીની દુર્દશાતોજોવો - At This Time

શિહોર નગરપાલિકાના સ્ટીટ લાઈટ વિભાગની ગાડીની દુર્દશાતોજોવો


સિહોર નગરપાલિકા ના સ્ટ્રીટ લાઈટ વિભાગ ની ગાડી મરણ પથારીએ ગાડીની હાલત બે દિવસ પહેલા ગંભીર થઈ હતી અને ડ્રાઈવર તથા સ્ટાફ દ્વારા અથાક પ્રયત્નો કર્યા પણ જીવંત નહિ થતા આજે મોક્ષ રથ દ્વારા ખેંચી જીવંત કરવાનો સ્ટાફ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ શરૂ નહીં થતા અંતે ગેરેજ માં ખસેડવામાં આવી હતી
નગરપાલિકા ની સ્ટ્રીટલાઈટ વિભાગની ગાડી આ ગાડી વર્ષો જૂની છે જેમાં સેલ્ફ નથી લાગતો,ગાડી ની બોડી જર્જરિત બની ગઈ છે,ડ્રાઈવર સીટ પર તો ઓશીકું રાખી ડ્રાઈવર જોખમ સાથે ચલાવી રહ્યા છે સ્ટ્રીટલાઈટ શહેરમાં મોટા ભાગની બંધ ની ફરિયાદો ઉઠે છે પરંતુ આ ફરિયાદ નું નિરાકરણ કરવા તત્પરતા દર્શાવે છે પરંતુ વાહન ની કન્ડમ હાલત ના હિસાબે નગરજનોની સેવા માં અસુવિધા થાય છે માટે આ 14 થી વધારે વર્ષ જૂનું વાહન હોય જે કન્ડમ થયેલ છે તો સિહોર નગરજનો ની સુવિધા માં અવરોધ બનતું આ વાહન ની જગ્યાએ સરકાર દ્વારા નવું વાહન ફાળવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image