સિનિયર સિટીઝન ગ્રુપ, ઈડરનું વાર્ષિક સ્નેહ મિલન યોજાયું. - At This Time

સિનિયર સિટીઝન ગ્રુપ, ઈડરનું વાર્ષિક સ્નેહ મિલન યોજાયું.


કુટુંબ અને બાળ કલ્યાણ પરિસર ઈડર મુકામે સિનિયર સિટીઝન ગ્રુપનું વાર્ષિક મિલન ઈડર કોલેજના પૂર્વ વાઇસ પ્રિન્સિપાલ શ્રી જે બી દવે સાહેબના અધ્યક્ષપણા હેઠળ યોજાયું. આ પ્રસંગે શ્રી જયેન્દ્રભાઈ સુથાર સુથારે દોરેલ સુંદર ચિત્રોનું પ્રદર્શનનું ઉદ્ઘાટન જ્યોતિ હાઇસ્કુલ, ખેડબ્રહ્માના પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલે કરેલ. કાર્યક્રમની શોભા વધારવા શ્રી મોહનભાઈ પટેલ શ્રીજી જીન, શ્રી જે.એસ.નાઈ, શ્રી વીરસીંગભાઇ પટેલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખશ્રી જયસિંહ તંવર, નાગરિક બેંકના ચેરમેનશ્રી કુલદીપસિંહ જાડેજા, શ્રી ગિરધારીલાલ સોની, જિલ્લાના સીનીયર સીટીઝન પ્રમુખશ્રી મધુસુદન ખમાર, શ્રી પી.એમ. સુથાર પૂર્વ પ્રમુખ જિલ્લા ફેડરેશન હિંમતનગર, નિવૃત્ત જિલ્લા પોલીસ વડા શ્રી મોહનભાઈ પરમાર, વિનોદભાઈ રૂડાણી, શ્રી આઈ.કે.પટેલ, શ્રી રઘજીભાઈ પટેલ, શ્રી પ્રકાશચંદ્ર ઉપાધ્યાય, શ્રી બી. સી.ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાના પ્રમુખશ્રી જયેન્દ્રભાઈ સુથારે શબ્દોના ભાવથી સૌને આવકાર્યા હતા. સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા વર્ષ દરમિયાન અનેકવિધ માનવીય કામો કરવામાં આવે છે જેમકે રાહત દરે સબ વાહિનીની સેવા પણ ઉપલબ્ધ છે જેની વિસ્તૃત જાણકારી મંત્રીશ્રી ભોળાભારતી ગોસ્વામીએ આપી હતી. ઉપપ્રમુખ શ્રી કૈલાશસિંહજી બાપુએ સંસ્થાની જલક આપી હતી. કલાના કસબી એવા શ્રી જયેન્દ્રભાઈ સુથારે સૌંદર્ય સભર, રંગોનો રંગોત્સવને કાગળ ઉપર કંડારીને બનાવેલ ચિત્રોનું પ્રદર્શન એ નવી પેઢીને એક વિશિષ્ટ સંદેશ આપવાનું માધ્યમ બન્યું છે તેવું ઉદ્ઘાટક પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલે જણાવેલ અને આ કાર્યક્રમ નિમિત્તે સંસ્થાને 40 ખુરશીઓ અર્પણ કરી હતી. અગાઉ દાન આપેલ ભામાશાઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ. અધ્યક્ષ શ્રી જે બી દવેએ સિનિયર સિટીઝનનું મહત્વ સમજાવી અને સચોટ આંકડાકીય માહિતી આપી હતી. આભાર દર્શન શ્રી નટુભાઈ સગરે કરેલ. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી દિનેશભાઈ નાયક દ્વારા કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image