"પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના"અંતર્ગત રસોઈ સ્પર્ધા યોજાઈ.

“પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના”અંતર્ગત રસોઈ સ્પર્ધા યોજાઈ.


સમી:સમી તાલુકાના મહંમદપુરા ગામની નિરાપરા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાની રસોઈ સ્પર્ધા આજરોજ યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં પ્રાથમિક શાળાના સંચાલકો,મદદનીશો તેમજ રસોઈયાઓ ભાગ લીધો હતો. 10 જેટલી શાળાના સંચાલકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.રસોઈ સ્પર્ધામાં જાડા ધાન અને બાજરાની અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી હતી. સ્પર્ધામાં એક થી ત્રણ નંબર ના વિજેતા પણ જાહેર કરવામાં આવ્યા હતા. પ્રથમ નંબરે ગાજદીનપુર પ્રાથમિક શાળાના સંચાલક ઠાકોર જેમાભાઈ ભાવસંગભાઈ રહ્યા હતા. પ્રથમ વિજેતા ને પાંચ હજાર દ્વિતીય વિજેતા ને ત્રણ હજાર અને તૃતીય વિજેતા ને બે હજાર રૂપિયા નું ઇનામ મામલતદાર સાહેબશ્રી ના આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સમી તાલુકા મામલતદાર શ્રી એચ એમ પટેલ સાહેબ, નાયબ મામલતદાર મુકેશભાઇ ઠાકોર સાહેબ,સોલંકી ચંદ્રિકાબેન CDPO-સમી, સુમિતાબેન MDM સુપરવાઇઝર-સમી, પરમાર ઉમિયાબેન ICDS-સમી તેમજ શાળાના આચાર્ય જીગ્નેશભાઈ પટેલ, મધ્યાહન ભોજન ના સંચાલકો અને અન્ય કર્મચારી ગણ હાજર રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »