કલમ 370 નાબૂદીના 3 વર્ષ, પાકિસ્તાનની 13 પાનાંની 'કાશ્મીર ટૂલકીટ' આવી સામે

કલમ 370 નાબૂદીના 3 વર્ષ, પાકિસ્તાનની 13 પાનાંની ‘કાશ્મીર ટૂલકીટ’ આવી સામે


- પાકિસ્તાની ડોઝિયરમાં આજનો દિવસ  'કાશ્મીરના કાળા દિવસ' તરીકે ઉજવવા આહ્વાનનવી દિલ્હી, તા. 05 ઓગષ્ટ 2022, શુક્રવારગૃહમંત્રી અમિત શાહે 3 વર્ષ પહેલા આજના જ દિવસે સંસદમાં બિલ લાવીને જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરી હતી. તે સાથે જ જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો પણ સમાપ્ત થયો હતો. ત્યારે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની સ્થિતિ 'બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના' સમાન છે. તે વારંવાર આ મામલે હસ્તક્ષેપ કરવાનો પ્રયત્ન કરતું રહે છે. આ વખતે ફરી એક વખત પાડોશી દેશ પાકિસ્તાનના નાપાક ઈરાદાઓ સામે આવ્યા છે. કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદીના 3 વર્ષ નિમિત્તે પાકિસ્તાને એક ટૂલકીટ તૈયાર કરી છે. તેમાં કાશ્મીર મામલે દુષ્પ્રચારનો એજન્ડા દર્શાવ્યો છે. આ પણ વાંચોઃ કલમ 370 નાબૂદ કર્યાના 3 વર્ષ બાદ પણ જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદ યથાવત, 174 સૈનિક શહીદ, 124 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યોઘાટીની આઝાદીનું આહ્વાનપાકિસ્તાનની ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓની આ ટૂલકીટમાં કહેવામાં આવ્યું છે કે, તે કાશ્મીરી ભાઈઓના ખાસ ઉદ્દેશ્ય માટે તેમના સાથે ખભે ખભો મિલાવીને ઉભું છે. કાશ્મીરીઓની યોગ્ય માંગણી મામલે પાકિસ્તાન તેમના સાથે જ છે. 13 પાનાંના આ ભારતવિરોધી દસ્તાવેજમાં 5મી ઓગષ્ટને 'કાશ્મીરના કાળા દિવસ' તરીકે ઉજવવા અને 'ઘાટીની આઝાદી'નું આહ્વાન કરવામાં આવેલું છે. ટૂલકીટના મહત્વના મુદ્દાઓ- સોશિયલ મીડિયામાં 'Kashmir Black Day' અને 'Kashmir Independence' હેશટેગ કેમ્પેઈન ચલાવવા આહ્વાન કરાયું છે. - પાકિસ્તાની ટૂલકીટ પ્રમાણે ચીન, બેલ્જિયમ, જાપાન, યુક્રેન, બર્મિંગહામ, દુબઈ, ઓસ્ટ્રેલિયા, ઈટાલી, ડેનમાર્ક અને જર્મની ખાતે પાકિસ્તાનના દૂતાવાસ સોશિયલ મીડિયામાં તેને શેર કરશે. - પાકિસ્તાની ડોઝિયરમાં કહેવામાં આવ્યું છે કે, 5મી ઓગષ્ટના રોજ ભારતે એકતરફી અને ગેરકાયદેસર રીતે કલમ 370 નાબૂદ કરી. - કાશ્મીરી લોકોનું ઉત્પીડન અને માનવાધિકારોનું ઉલ્લંઘન રોકવામાં આવશે. - ભારતના કબજાવાળા ક્ષેત્રોમાં વસ્તીગત પરિવર્તનો રોકીને તેને પલટી દેવામાં આવે.  શ્રીનગરમાં ભવ્ય કાર્યક્રમઆ તરફ કલમ 370 નાબૂદીના 3 વર્ષ પૂરા થવા નિમિત્તે ઘાટીના બખ્શી સ્ટેડિયમ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમમાં 12,000થી પણ વધારે લોકો એકત્રિત થવાની શક્યતા છે. આ સાથે જ ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા ફીફાના ધોરણોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા આ સ્ટેડિયમનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »